લોકગાયક કિર્તીદાન ગઢવી અમેરિકાના વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશનના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા
ગુજરાતી લોકગાયક કીર્તિદાન ગઢવી છેલ્લા દોઢ માસથી અમેરિકાના લોકોને ગરબા,લોકગીતોના નાદમાં ઝૂમાવી રહ્યાં છે. ત્યારે ન્યુજર્સીમાં કીર્તિદાન ગઢવી વૈશ્વિક વર્લ્ડ રેકોર્ડ માટે કામ કરતી સંસ્થાના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે. અમેરિકાની ધરતી પર 33થી વધુ સ્ટેજ શો કરનાર કીર્તિદાન પ્રથમ ગુજરાતી કલાકાર બનતા તેમનું સન્માન કરાયું છે. વિશ્વભરમાં વર્લ્ડ રેકોર્ડ કરાવવામાં અગ્રેસર તથા વર્લ્ડ રેકોર્ડ બ્રેક કરવામાં અમેરિકા સ્થિત વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન મોખરે સ્થાન ધરાવે છે. વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશનના સ્થાપક અને સીઈઓ મિહિર બ્રહ્મભટ્ટ દ્વારા હજારો ભારતીયોની હાજરીમાં લોકગાયક કીર્તિદાનનું અદકેરૂ સન્માન કરાયું છે, ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ ગુજરાતી કલાકાર દ્વારા વિદેશની ધરતી પર 33થી વધુ પ્રોગ્રામ કરાયા હતા. તેઓ આ કાર્યક્રમો દ્વારા આવનારા દિવસોમાં અનેક યોજના થકી વિશ્વભરની દીકરીઓને પગભર કરવાનું આયોજન કરી રહ્યા છે. આ સાથે કિર્તીદાન ગઢવી વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન. અમેરિકા દ્વારા વર્લ્ડ અમેઝિંગ ટેલેન્ટ કેટેગરીમાં તેઓનું નામ સામેલ કરી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.