વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાત્રી રોકાણથી કેવડિયા હાઈ અલર્ટ મોડ પર

ગુજરાત
ગુજરાત

વડાપ્રધાન મોદીનો ત્રણ દિવસનો ગુજરાત પ્રવાસ આજે રવિવારથી શરૂ થયો છે. વડોદરાથી સાંજે પીએમ મોદી કેવડિયા પહોંચ્યા હતાં. કેવડિયામાં પીએમ મોદી ત્યાં રાત્રીનું રોકાણ પણ કરવાના છે, જેના કારણે ત્યાં સુરક્ષા હાઈ અલર્ટ મોડ પર છે. SPG, NSG અને તમામ સુરક્ષા એજન્સીઓએ ત્યાં ધામા નાંખ્યા છે. એક IG અને ૧૭ SP સહિત DySP PI અને PSIથી લઇને સુરક્ષામાં સામેલ સ્ટાફ સાથે સુરક્ષા એજન્સીઓ તમામ સ્તરે હાઈ અલર્ટ મોડ પર છે. કેવડિયા પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયું છે.

એડવાન્સ સિક્યોરિટી લાયઝનમાં સામેલ SPG સહિત ટોચની એજન્સીઓ અને પોલીસ અધિકારીઓ દ્વારા જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા કરાઇ છે. પીએમ મોદીને પાંચ સ્તરનું સુરક્ષા ક્વચ પુરુ પાડવામાં આવ્યું છે. PMની સુરક્ષાના પ્રથમ તથા બીજા સ્તરમાં SPG કમાન્ડો, ત્રીજા સ્તરમાં NSG કમાનો ચોથા સ્તરમાં અર્ધ લશ્કરીદળના જવાનો, પોલીસ અને પાંચમાં સ્તરમાં નિફર ડોગ્સ ફરજ બજાવશે. ગુજરાતની વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા બાહ્ય સુરક્ષા કવચ પુરૂ પાડવામાં આવ્યું છે. કોઇપણ અનિચ્છનીય બનાવ બને તો લશ્કરી હથિયારોથી સજ્જ આધુનિક હેલિકોપ્ટર કોઇપણ ક્ષણે ઉડવા તૈયાર રહેશે તેવું સૂત્રો પાસે જાણવા મળ્યું છે.

વડોદરા રેન્જમાં દોઢ વર્ષ બાદ 10નું પોસ્ટિંગ થયું છે. આ રેન્જમાં વડોદરા, ભરૂચ, નર્મદા અને છોટાઉદેપુર જિલ્લો આવે છે. નર્મદામાં પીએમ મોદીની વિઝીટ પૂર્વે નવા IG સંદીપસિંઘે ચાર્જ લઇ લીધો છે. IGએ સુરક્ષા વ્યવસ્થાને લઈને તમામ SP સહિતના અધિકારીઓ સાથે તાકીદની બેઠક કરી જરૂરી સુચનાઓ આપી હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.