આજથી કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ, CM પટેલ કરાવશે પ્રારંભ

ગુજરાત
ગુજરાત

આજે કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ CM ભૂપેન્દ્ર પટેલ કરાવશે. ટ્રાફિક વિભાગે 31 ડિસેમ્બર સુધી જાહેરનામું જારી કર્યુ છે. કાંકરિયા ચોકીથી રેલવે યાર્ડ-ખોખરા બ્રીજ-દેડકી ગાર્ડન-સિધ્ધિ વિનાયક હોસ્પિટલ પુષ્પકુંજ-અપ્સરા સિનેમાં-ફૂટબોલ ચાર રસ્તા-લોહાણા મહાજન વાડી થઇને કાંકરીયા સર્કલ સુધીના રૂટ પર નો સ્ટોપ, નો પાર્કિંગ ઝોન જાહેર કર્યા છે. તળાવ ફરતે વાહન થોભી શકાશે નહીં, માત્ર પાર્કિંગ સ્થળે જ પાર્કિંગ કરવું.

અમદાવાદ શહેરમાં યોજાઈ રહેલા કાર્નિવલમાં 3 ભવ્ય સ્ટેજ બનાવવામાં આવ્યા છે. જેમાં લોકસંગીતકારો અને હાસ્ય કલાકારો લોકોનું મનોરંજન કરશે. તો સુરક્ષા વ્યવસ્થાને લઇને પણ પોલીસે એક્શન પ્લાન કર્યો છે. જેમાં 2 ડીસીપી, 5 એસીપી, 14 પીઆઇ, 66 પીએસઆઈ, 963 પોલીસ જવાનો, 200 મહિલા પોલીસ, 150 હોમગાર્ડ જવાનો સહિત ૧૩૦૦ પોલીસ જવાનો બંદોબસ્તમાં હાજર રહેશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.