કલોલના રાંચરડા ગામે દારૂડિયા પતિએ પત્નીનો બદલો લેવા આપી ક્રૂર સજા

ગુજરાત
ગુજરાત

ગાંધીનગર જિલ્લામાંથી એક ઘરેલું કંકાસની ઘટનાં સામે આવી છે. કલોલના રાંચરડા ગામે દારૂડિયા પતિએ પત્ની પર ક્રૂરતા આચરી છે. પતિએ બદલો લેવા માટે પત્નિને સજા આપી છે. પત્ની રિસાઈને પિયર જતી રહી હતી, તેનો બદલો લેવા માટે પતિએ પત્નીને ખાટલે બાંધીને સાણસી ગરમ કરીને ડામ આપ્યાં છે. આ ઘટનાંનાં પગલે પીડિત પત્નીએ સાંતેજ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

કલોલના રાંચરડા ગામે દારૂડિયા પતિના ત્રાસથી, ઘરમાં વારંવાર ઝઘડા થતા હોવાથી કંટાળીને રિસાઈને પિયર જતી રહી હતી. તેનો બદલો લેવા માટે દારૂડિયા પતિએ પત્નીનો બદલો લીધો છે. દારૂના નશામાં પતિએ પોતાની પત્નીના ખાટલે હાથ પગ બાંધીને પીઠ પર સાણસીનાં ગરમ ડામ આપ્યાં હતાં. પિડીત પત્નીએ આ અંગે સાંતેજ પોલીસ સ્ટેશનમાં પોતાનાં પતિ વિરૂદ્ધ ફરીયાદ નોંધાવી છે .


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.