ભરૂચના કેલોદ નજીક સર્જાયો કાળમુખો અકસ્માત, ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા એક જ ફળીયામાં રહેતા 4 યુવકોના મોત

ગુજરાત
ગુજરાત

ભરૂચના કેલોદ નજીક હાઈવા ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ચાર યુવકોના ઘટના સ્થળે મોત નિપજ્યા છે. આમોદના સુડી ગામના એકજ ફળિયામાં રહેતા યુવાનોને અકસ્માત નડ્યો હતો. આ બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ચારેય યુવકો ભરૂચમાં નોકરી પરથી પરત ફરતા હતા. ત્યારે કારમાં સવાર લોકોને કેલોદ પાસે કાળ ભરખી ગયો.

ભરૂચના કેલોદ નજીક હાઈવા ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કારમાં સવાર ચાર આશાસ્પદ યુવાનોનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતુ. પોલીસે ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આમોદ ના સુડી ગામના એકજ ફળિયાના ચાર યુવાનોના મોતને પગલે ગામમાં માતમ છવાયો છે.

મૃતક યુવકોના નામ
1)મુસ્તકીમ મહ્યુદ્દીન દીવાન
2)સાકીર યુસુફ પટેલ
3) ઓસામા રહેમાન પટેલ
4) મહંમદ મકસુદ પટેલ


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.