સૌરાષ્ટ્રમાં 50 વર્ષમાં પ્રથમ વખત શ્રાવણ માસમાં જન્માષ્ટમીનો લોકમેળો યોજાશે નહીં

ગુજરાત
ગુજરાત

સૌરાષ્ટ્રમાં લોકમેળાનું ખુબ જ મહત્વ છે. ત્યારે આ વખતે જન્માષ્ટીના લોકમેળાને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. 50 વર્ષના ઇતિહાસમાં પહેલી વખત સૌરાષ્ટ્રમાં લોકોમેળો યોજાશે નહીં. જન્માષ્ટીમીના પર્વ પર 5 દિવસ મેળાનું આયોજન કરવામાં આવે છે. પરંતુ આ વખતે કોરોનાની મહામારીના કારણે લોકમેળો યોજાશે નહીં.

કોરોનાની મહામારીના કારણે આ વખતે લોકમેળો યોજાશે નહીં. દર વર્ષે જન્માષ્ટમીનો 5 દિવસ મેળો યોજાતો હોય છે. શ્રાવણ માસ દરમિયાન સૌરાષ્ટ્રમાં 100 જેટલા મેળાનું આયોજન કરવામાં આવતું હોય છે. જેમાં લોકમેળો 5 દિવસ અને ખાનગી મેળો 20 દિવસ સુધી ચાલુ હોય છે. જેમાં લોકમેળામાં 10 લાખ કરતા પણ વધુ લોકો મુલાકાત લેતા હોય છે. સામાન્ય રીતે જન્માષ્ટમી આવે તે પહેલા જ હરાજી અને સ્ટોલ વિતરણ સહિતની કામગીરી શરૂ થઈ જતી હોય છે. દર વર્ષે રાજકોટના લોકમેળામાં ખાણી-પીણી તેમજ રમકડાં અને રાઇઝ્ડ મળી 300થી વધુ પ્લોટ્સની ફાળવણી કરવામાં આવતી હોય છે. જેમાં ખાણીપીણીના 15થી વધુ સ્ટોલ, આઈસ્ક્રીમના 15થી વધુ સ્ટોલ , રમકડાના 200થી વધુ સ્ટોલ તેમજ નાની મોટી 50 જેટલી યાંત્રિક રાઈડસ સહિત 300થી વધુ પ્લોટ્સ ફાળવવામાં આવે છે. પરંતુ આ વર્ષે મેળો બંધ રહેતા રસ્તા પર બેસી રમકડાનું વેચાણ કરતા હજારો લોકોની રોજી રોટી છીનવાઇ જશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.