જામનગરનાં કલેકટર બીજલ શાહને આવ્યો હાર્ટ એટેક, ICU માં સારવાર હેઠળ
રાજ્યમાં હાર્ટ એટેકના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. જામનગરનાં કલેકટરને હાર્ટ એટેક આવ્યો હતો. જેમને સારવાર માટે જીજી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
જામનગરનાં કલેકટર બી.એ.શાહને હાર્ટ એટેક આવ્યાં બાદ તેમને સારવાર માટે જી.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. મળતી માહિતી અનુસાર હાલ કલેકટર બીજલ શાહની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. જામનગરનાં કલેકટર બીજલ શાહને હાર્ટ એટેક આવતાં તેમને સારવાર માટે જી.જી. હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. હાલ તેમની તબીયત સ્થિર છે. જૉ કે તેમને વધુ દેખરેખ માટે ICU માં દાખલ રાખવાનું જાણવા મળ્યું છે.