ભાવનગરના અલંગમાં આવેલા INS વિરાટને તોડવા પર પ્રતિબંધ લગાવ્યો

ગુજરાત
ગુજરાત

આર્મીમાંથી સેવામુક્ત થયેલા યુદ્ધ જહાજ INS વિરાટને તોડવા પર સપ્રીમ કોર્ટે પ્રતિબંધ મૂક્યો છે. કોર્ટે આ અંગે જણાવ્યું છે કે હાલ એને યથાવત્ સ્થિતમાં રાખવામાં આવે. એની સાથે જ કોર્ટે ખરીદનારાઓને નોટિસ પણ ઈસ્યુ કરી છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે એક ગ્રુપ ભવિષ્ય માટે એને સંરક્ષિત કરવા માંગે છે અને ખરીદનારને 100 કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી છે.

અરજદારે કહ્યું છે કે એને તોડવા કરતાં મ્યુઝિયમમાં રૂપાંતરિત કરવામાં આવે. એરક્રાફટને ફ્લાઈંગ કરાવવાની ક્ષમતા ધરાવનારા જહાજને 1987માં ભારતીય નેવીમાં સામેલ કરવામાં આવ્યું હતું. વર્ષ 2017માં એને નેવીમાંથી દૂર કરવામાં આવ્યું હતું. પછી એક ગ્રુપે હરાજીમાં 38.54 કરોડ રૂપિયામાં એની ખરીદ્યું હતું. બાદમાં આ જહાજને ગુજરાતના અલંગ જહાજ તોડવાના યાર્ડમાં મોકલવામાં આવ્યું હતું. હવે સુપ્રીમ કોર્ટે એને તોડવા પર પ્રતિબંધ લગાવી દીધો છે.

ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ડિસેમ્બરમાં મહારાષ્ટ્ર સરકારે સેવામુક્ત થઈ ચૂકેલા જહાજ INS વિરાટને સંરક્ષિત કરવાનો પ્રસ્તાવ કેન્દ્રને મોકલ્યો છે. શિવસેેનાનાં રાજ્યસભા સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ આ બાબતે રક્ષા મંત્રાલયનો પત્ર લખ્યો હતો. રક્ષા મંત્રાલયે પાસે આ માટે NOC માગવામાં આવ્યું હતું. ચતુર્વેદીએ કહ્યું હતું, મહારાષ્ટ્રને આ ઔતિહાસિક યુદ્ધ જહાજના સંરક્ષણ કરવામાં ખુશી થશે. તેમણે કહ્યું હતું કે એ ખૂબ જ દુઃખ અને ચિંતાની વાત છે કે ગુજરાતના અલંગમાં INS વિરાટને ભંગાણમાં રૂપાંતરિત કરવાનું કાર્ય શરૂ થઈ ચૂક્યું છે.

ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું હતું

ભારતનું ઐતિહાસિક યુદ્ધ જહાજ જેણે 56 વર્ષ સૌથી લાંબો સમય યુદ્ધ જહાજ તરીકે સેવા આપીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મેળવ્યું હતું. એ INS વિરાટ ભાવનગરના અલંગ એન્કર પોઈન્ટ પર ભંગાણ થવા માટે આવ્યું હતું. ભારતીય નૌકાદળ દ્વારા 30 વર્ષ સુધી આઇએનએસ વિરાટની સેવા લેવામાં આવી હતી. INS વિરાટે યુકેમાં 26 વર્ષ અને ભારતમાં 30 વર્ષ એટલે કે 56 વર્ષ સુધી સેવા આપેલી. ત્રણ દાયકા સુધી INS વિરાટે સમુદ્ર પર રાજ કર્યું હતું અને વિરાટ દેશની શાન હતું, જેને 6ઠ્ઠી માર્ચ, 2017 સેવાનિવૃત્ત કરવામાં આવ્યું.

અત્યારે INS વિરાટ અલંગ શિપ-બ્રેકિંગ યાર્ડના પ્લોટ નંબર 9 પહોંચી ગયું છે. ટગ દ્વારા જહાજને ધીમે ધીમે ખેંચીને નજીક લાવવાની કામગીરી કરાઈ હતી. જહાજના બીચિંગ પ્રક્રિયા સાથે સંકળાયેલા શિપ બીચિંગ નિષ્ણાત પૂર્વજિતસિંહ સરવૈયાના જણાવ્યા પ્રમાણે, એન્કરેજ પોઇન્ટ પરથી ટગ સિંહ ચિતા દ્વારા INS વિરાટને ખેંચીને પ્લોટ તરફ લાવવામાં આવ્યું હતું. બપોરે જહાજ બીચ થયા ગયા બાદ કિનારેથી વાયરો મોકલીને જહાજને બાંધી દેવામાં આવ્યું છે.

કારગિલ વખતે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી

અલંગ શિપ-બ્રેકિંગ યાર્ડમાં આવેલી શ્રી રામ ગ્રુપ ઓફ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા ઓનલાઇન ઓક્શનમાં રૂપિયા 38.54 કરોડની કિંમતે આઇએનએસ વિરાટની ખરીદી કરવામાં આવી હતી. મુંબઇથી ટગની સાથે બાંધીને એને અલંગ એંકર પોઈંટ પર લાવવામાં આવ્યું હતું. 18 હજાર ટન એલડીટી ધરાવતા આ યુદ્ધ જહાજને વર્ષ 1959માં બનાવવામાં આવ્યું હતું. આ યુદ્ધ જહાજ વર્ષ 1987માં ભારતીય નેવીમાં સામેલ થયું હતું. શ્રીલંકા હોય, સંસદ પરનો હુમલો હોય કે કારગિલ હોય, એ સમયે INS વિરાટે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.