રાજસ્થાનને રેવડી ગુજરાતને અન્યાય : સુરતમાં આપનો ઉગ્ર વિરોધ, 450માં ગેસ સિલિન્ડર અને મહિલા સન્માન નિધિ આપવા માગ

ગુજરાત
ગુજરાત

સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા  ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કાપોદ્રા વિસ્તારમાં બરોડા પ્રિસ્ટેજ પાસે આમ આદમી પાર્ટીએ રાજસ્થાનમાં અપાતા 450 રુપિયે ગેસ સિલિન્ડર અને મહિલા સન્માન નિધીને લઈ સરકાર સામે સુત્રોચ્ચાર કર્યા હતા. રાજસ્થાનમાં ભાજપની સરકાર આટલુ સસ્તું આપે છે, ગુજરાત તો ભાજપનો ગઢ છે તો અહીંયા કેમ નહીં? જેવા આક્ષેપો કર્યા હતા.

ભાજપના રાજમાં આકાશ આંબતી મોંઘવારીમાંથી ગુજરાતની જનતાને રાહત અપાવવા માટે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં જનહિતની યોજનાઓની જાહેરાત કરી હતી. તે સમય પર ભાજપના નેતાઓ તેને રેવડી કહી રહ્યા હતા. ભાજપ રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર અને મહિલાઓને પ્રતિ મહિને 1,000 આપી રહી છે. બીજી બાજુ ગુજરાતમાં 28 વર્ષથી ભાજપની સરકાર છે, પરંતુ ગુજરાતના લોકોને અને ખાસ કરીને ગુજરાતની મહિલાઓને ભાજપ સરકાર દ્વારા કોઈપણ પ્રકારનો લાભ આપવામાં આવતો નથી.

સુરત શહેર પ્રમુખ મહેન્દ્ર નાવડીયાએ જણાવ્યું કે, ભાજપની આ દોગલી નીતિઓ વિરુદ્ધ શાંતિપૂર્વક રીતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ગુજરાતની તમામ જનતાને 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર અને દરેક મહિલાઓને 3000 રૂપિયાની સન્માન રાશિ આપવાની માગ કરી છે. પ્રજાએ ભાજપને ખોબલેને ખોબલે મત આપ્યા છતાં પણ ગુજરાતની પ્રજાને વર્ષોથી અન્યાય કરવામાં આવી રહ્યો છે. ગુજરાતની જનતાનો શું વાંક છે?, શા માટે ગુજરાતના લોકોને લૂંટવામાં આવી રહ્યા છે?. ગુજરાતમાં ભાજપ સરકાર લોકશાહીનું દમન કરી રહી છે, અમારી અટકાયત કરવામાં આવી છે. અમે લોકોનો અવાજ બની સરકાર સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, પરંતુ અમારો અવાજ દબાવવાનો પ્રયાસ સરકારે કર્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.