ઈન્ડિયા : કોરોના અત્યારસુધી ૩૭ હજાર ૨૫૭ કેસ : એક દિવસમાં રેકોર્ડ ૨૩૦૦થી વધુ દર્દી વધ્યા, મહારાષ્ટ્રમાં ૧૦૦૮ અને ગુજરાતમાં ૩૨૬ નવા કેસ નોંધાયા
રખેવાળ, નવી દિલ્હી
દેશમાં અત્યાર સુધી ૩૭૨૫૭ લોકો સંક્રમિત થયા છે અને ૧,૧૫૯ લોકોના મોત થયા છે. શુક્રવારે આંધ્રપ્રદેશમાં ૬૦, પશ્વિમ બંગાળમાં ૩૭, રાજસ્થાનમાં ૩૩, કર્ણાટકમાં ૧૧, હરિયાણામાં ૦૮, ઓરિસ્સામાં ૪ અને બિહારમાં ૧ દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. મહારાષ્ટ્રમાં સંક્રમિતોનો આંકડો ૧૦ હજારને પાર થઈ ગયો છે. તો સાથે જ બીજા ક્રમે રહેલા ગુજરાતમાં ૪૦૦૦થી વધુ લોકો કોરોનાના સંકજામાં આવી ગયા છે.
હવે શીખ તીર્થયાત્રી કોરોના વાઈરસનો શિકાર બની રહ્યા છે. જેમાં મહારાષ્ટ્રના નાદેડ હજૂર સાહિબથી પાછા આવેલા ૧૪૮ તીર્થયાત્રી સામેલ છે.
૧૪૮ શીખ યાત્રીઓમાંથી ૭૬ અમૃતસરમાં, ૩૮ લુધિયાણા અને ૧૦ મોહાલીમાં કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. છેલ્લા ત્રણ દિવસમાં કુલ ૩,૫૦૦ તીર્થયાત્રિ નાંદેડથી પંજાબ પહોંચ્યા છે.