જૂનાગઢમાં શિયાળો શરૂ થયા બાદ વાઈરલ ઈન્ફેકશનના કેસમાં વધારો

ગુજરાત
ગુજરાત

શિયાળાની ઋતુ શરૂ થતા જ લોકોમાં માંદગીના કેસો વધ્યા છે.કડકડતી ઠંડીમાં ગિરનાર પણ ઠંડોગાર થઈ જાય છે.ત્યારે હવે શિયાળાની ઋતુમાં જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં વાઈરલ ઇન્ફેક્શનના કેસોમાં ધરખમ વધારો થયો છે. સામાન્ય રીતે દરરોજના 400 થી 500ની ઓપીડી નોંધાતી હતી. જેની સામે ગત મહિનાથી ઓપીડીમાં વધારો થઈને 600 થી 700 જેટલા દર્દીઓ જુદી જુદી મેડિકલ તપાસ માટે આવ્યા હોવાનું નોંધાયું છે. જેમાંથી રોજના 200 થી 250 દર્દીઓ વાઈરલ ઇન્ફેક્શનના નિદાન માટે આવે છે.શિયાળાની ઋતુમાં વાતાવરણમાં પલટો અને મિશ્ર ઋતુના કારણે વાઈરલ ઇન્ફેક્શનના કેસોમાં વધારો થઈ રહ્યો છે.જેમાં ડેન્ગ્યુ મેલેરિયા સહિતના બેક્ટેરિયા વાઇરસના ફેલાવાથી રોગચાળો વકર્યો છે..શિયાળાની ઋતુમાં ઇન્ફ્લુએન્ઝા વાઇરસ ફેલાતો હોય છે. જેના લીધે નાકમાં શરદી ભરાઈ જવી સાથે ગળું સુકાઈ જવું, ગળું બળવું જેવા લક્ષણો જોવા મળતા હોય છે. વધુમાં વધુ સ્કૂલના બાળકોમાં આર.એસ.એલ.વી નામના વાઈરસનો ખતરો વધારે રહેતો હોય છે.


આમ શિયાળાની ઋતુ શરૂ થતા જ સિવિલ હોસ્પિટલમાં એક જ માસમાં 7500 જેટલા દર્દીઓ વાઈરલ ઇન્ફેક્શનના કેસ નોંધાયા છે.જ્યારે વાઈરલ ઇન્ફેક્શનથી બચવા અને કડકડતી ઠંડીથી રક્ષણ મેળવવા ઘરની બહાર નીકળવાનું ટાળવું અને ગરમ વસ્ત્રો પહેરવા અને હાઇડ્રેશન વધારવા તબીબે સૂચન કર્યું છે.સિવિલ હોસ્પિટલ જુનાગઢના મેડિસિન એસ.આર ડો.હિરેન ડાંગરે જણાવ્યું હતું કે, શિયાળાની ઋતુમાં ઓપીડી કેસોમાં ઘણો વધારો જોવા મળ્યો છે, પહેલા 400 થી 500 કેસ ઓપીડીમાં નોંધાતા હતા પરંતુ જ્યારથી શિયાળો શરૂ થયો છે ત્યારથી 600 થી 700 દર્દીઓના કેસ નોંધાય છે. જ્યારથી શિયાળો શરૂ થયો છે ત્યારથી ઇન્ફ્લુંએન્ઝા નામનો વાઈરસ લોકોમાં માંદગીનું કારણ બન્યો છે. જેના કારણે નાકમાં ,માથાના ભાગે દુખાવો થવો, ગળાના ભાગે બળતરા થવી જેવા લક્ષણો દર્દીઓમાં દેખાય છે. સ્કૂલે જતા બાળકોમાં આવા લક્ષણો વધુ જોવા મળે છે. શિયાળાની સિઝનમાં વહેલી સવારે લકવો થવાના બનાવો પણ ઘણા વધે છે. અસ્થમા તેમજ સીઓપીડીના કેસો પણ શિયાળાની ઋતુમાં વધારે જોવા મળે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.