ડીસા-ભૂજ-અમદાવાદ અને રાજકોટ સહિતના શહેરોમાં 36 થી 37 ડીગ્રી તાપમાન

ગુજરાત
ગુજરાત

ગાંધીનગર-વલસાડમાં સવારે 12 ડીગ્રી ન્યુનતમ તાપમાન સાથે ગુલાબી ઠંડીનો અહેસાસ

રાજકોટ સહીત સૌરાષ્ટ્ર-ગુજરાતમાં છેલ્લા ત્રણેક દિવસથી સવારે સામાન્ય ઠંડક વચ્ચે બપોરે આકરા ઉનાળાનાં એંધાણ જેવી ગરમી પડવા લાગી છે.ગઇકાલે બપોરે રાજયનાં એક ડઝન જેટલા શહેરોમાં 36 થી 37 ડીગ્રી ઉપર તાપમાન નોંધાતા લોકોએ અંગ દઝાડતી ગરમી અનુભવી હતી.હવામાન કચેરીનાં જણાવ્યા મુજબ ગઇકાલે બપોરે અમદાવાદમાં-36.8, ડીસામાં-37.1, વડોદરામાં-37.1, સુરતમાં-36.4 રાજકોટમાં-36 કેશોદમાં-36, ભુજમાં-37 સુરેન્દ્રનગરમાં 37.3, અમરેલીમાં-37.2, ગાંધીનગરમાં-36.5, મહુવામાં-37.8 અને વલ્લભ વિધાનગર ખાતે 36.3 ડીગ્રી મહતમ તાપમાન નોંધાયુ હતુ.દરમ્યાન આજે સવારે ગાંધીનગર વલસાડ રાજકોટ-અમદાવાદ, ડીસા, નલીયા,વડોદરામાં અને કેશોદમાં ગુલાબી ઠંડી અનુભવાઇ હતી.આજે સવારે ગાંધીનગરમાં-12, વલસાડમાં-12.5 અમદાવાદમાં-14 ડીસામાં-16, વડોદરામાં-15.6 રાજકોટમાં 16.7 કેશોદમાં-15.6 અને નલીયા ખાતે 16.6 ડીગ્રી ન્યુનતમ તાપમાન નોંધાયુ હતુ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.