વલસાડના વાપી હાઈવે પરનો બનાવ : ડ્રાઈવર સમયસૂચકતા વાપરી બહાર નીકળી જતા બચાવ થયો

ગુજરાત
ગુજરાત

વલસાડના વાપી હાઈવે પર પસાર થઈ રહેલા સિમેન્ટ મિક્સ વાહનની ડ્રાઈવર કેબીનમાં આગ લાગતા અફરાતફરી મચી હતી. જો કે, ડ્રાઈવર સમયસૂચકતા વાપરી નીચે ઉતરી જતા તેનો બચાવ થયો હતો. ઘટનાની જાણ હાઇવે ઉપરથી પસાર થતા રાહદારીઓએ વાપી GIDC ફાયર ફાઈટરની ટીમને ઘટનાની જાણ કરી હતી. વાપી GIDC ફાયર ફાઈટરની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.

વલસાડ જિલ્લાના વાપી ખાતે આવેલી આવેલી આર કે દેસાઈ કોલેજ પાસે આવેલી બાંધકામ સાઇટ પર કાચી સિમેન્ટનો જથ્થો લઈને સિમેન્ટ મિક્સર જઈ રહ્યું હતું. જે દરમ્યાન બલીઠા હાઇવે ઉપર પસાર થતી વખતે ડ્રાયવર કેબિનમાંથી અચાનક ધૂમાડો નીકળવા લાગતા વાહનના ચાલકે સિમેન્ટ મિક્સર મશીન ચાલકે બલીઠા હાઇવે ઉપર સિમેન્ટ મિક્સર મશીન અટકાવ્યું હતું. સિમેન્ટ મિક્સર કેબીન જોતજોતામાં આગથી ભભૂકવા લાગી હતી. સ્થાનિક વાહન ચાલકોએ તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા. ઘટના અંગે વાપી GIDC ફાયર વિભાગની ટીમને ઘટનાની જાણ કરી હતી. વાપી ફાયર વિભાગની ટીમને ઘટનાની જાણ થતાં તાત્કાલિક બલીઠા હાઇવે ઉપર પહોંચી સિમેન્ટ મિક્સર મશીનની ડ્રાયવર કેબિનમાં લાગેલી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. વાપી ફાયર ફાઈટરની ટીમે 1 કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગની ઘટનામાં કોઈ જાનહાની ન થતા રાહતનો શ્વાસ અનુભવ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.