વડોદરામાં પોલીસે કલ્પેશ ઠાકોરને સાથે રાખીને તેના ઘરથી લઇને મર્ડરના સ્થળ સુધી રિકન્સ્ટ્રક્શન કર્યું,

ગુજરાત
ગુજરાત

વડોદરા શહેરમાં બહુચર્ચિત તૃષા હત્યા કેસમાં આજે વડોદરા ક્રાઇમ બ્રાંચની ટીમ આરોપી કલ્પેશને સાથે રાખીને મુજાર ગામ ગામડી જવાના રોડના મર્ડરના ઘટના સ્થળે પહોંચી હતી. જ્યાં સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. પોલીસ પહેલા આરોપી કલ્પેશને તેના ઘરે લઇ ગઇ હતી અને પછી ઘટના સ્થળે લઇ ગઇ હતી. આમ આરોપીના ઘરથી લઇને મર્ડરના સ્થળ સુધીનું પોલીસે આરોપીને સાથે રાખીને રિકન્સ્ટ્રક્શન કર્યું હતું અને 22 માર્ચે બનેલી 37 મિનિટની ઘટનાની પોલીસે ઝીણવટભરી તપાસ કરી હતી.

વડોદરા ક્રાઇમ બ્રાંચ પીઆઇ આર.એ જાડેજાએ જણાવ્યું હતું કે, ગુનાના પુરાવા એકત્ર કરવા માટે આજે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું. આરોપીના ઘરે અને દુકાનમાં તપાસ કરવામાં આવી છે. આરોપીએ જ્યાં હથિયાર છુપાવ્યું હતું તે જગ્યા આરોપીએ બતાવી હતી. ત્યારબાદ ઘટના સ્થળે જઇને રિકન્સ્ટ્રક્સન કર્યું હતું. હત્યા કરીને આવ્યા બાદ આરોપીએ જ્યાં યુવતીનું એક્ટિવા મુક્યુ હતું ત્યાંથી પોતાના મિત્રને જ્યાં ઉભો રાખ્યો હતો. તે સ્થળ પણ બતાવ્યું હતું. ત્યાંથી તે ઘરે જવા રવાના થયો હતો. આખો ઘટના ક્રમ તેણે જણાવ્યો હતો. હત્યા કરવાની સ્ટાઇલ પરથી લાગે છે કે, તેને પ્લાનિંગથી તૃષાની હત્યા કરી હોય તેમ લાગે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.