વડોદરામાં વધુ એક દર્દીનું મોત, વધુ એક પોઝિટિવ સાથે કેસનો કુલ આંક 1373 થયો,
વડોદરા શહેરમાં કોરોના વાઈરસથી ગોત્રી હોસ્પિટલમાં મીનાબેન મહેન્દ્રભાઈ ખંભાજી નામની મહિલાનું મૃત્યુ થયું છે. ફાયર બ્રિગેડે મહિલાના મૃતદેહને ખાસવાડી સ્મશાનમાં લઇ જઇને અંતિમ સંસ્કાર કર્યાં હતા.
વડોદરા જિલ્લાના પાદરામાં દિવસેને દિવસે કોરોના વાઈરસના કેસોમાં વધારો થઇ રહ્યો છે. પાદરામાં આજે વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. પાદરાના અરિહંત બંગ્લોઝમાં રહેતા યુવાનનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આમ પાદરામાં કોરોનાના કુલ 13 કેસ થયા છે. જેમાથી એકનું મોત થયું છે. 6 દર્દી સાજા થતા ડિસ્ચાર્જ કરાયા છે અને 6 દર્દી સારવાર હેઠળ છે.
વડોદરા શહેર અને જિલ્લામાં અત્યાર સુધીના કોરોના વાઈરસના પોઝિટિવ કેસની સંખ્યા 1,373 પર પહોંચી ગઇ છે. કોરોનામાં હાલમાં વિવિધ હોસ્પિટલોમાં અને હોમ આઇસોલેશનમાં કુલ 455 દર્દીઓ સારવાર લઇ રહ્યાં છે. આ પૈકી 20% એટલે કે, 92 દર્દીઓની હાલત ચિંતાજનક છે અને 60 દર્દી ઓક્સિજન પર અને 32 દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે. સોમવારે અન્ય 15 દર્દીને સાજા થતાં રજા અપાઇ હતી. આ સાથે સાજા થયેલાનો આંક 871 થયો છે.