વડોદરામાં કોરોનાથી વધુ ૨ મહિલાના મોત સાથે મૃત્યુઆંક ૧૭ થયો, કુલ પોઝિટિવ ૨૭૯ થયા

ગુજરાત
ગુજરાત

રખેવાળ, વડોદરા
વડોદરા શહેરમાં કોરોના વાઈરસથી આજે વધુના ૨ મહિલાના મોત થયા છે. કોરોનાથી મૃત્યુઆંક ૧૭ ઉપર પહોંચ્યો છે. વડોદરા શહેરમાં ૭ પત્રકારો સહિત કોરોના વાઈરસ વધુ ૧૬ પોઝિટિવ કેસ નોધાયા છે. ૭ પત્રકારો પૈકી ૩ પત્રકારો દિલ્હીના હોવાનું જાણવા મળ્યું છે. વડોદરા શહેર અને જિલ્લામાં અત્યાર સુધી કોરોના વાઈરસના ૨૭૯ પોઝિટિવ કેસ નોંધાયા છે. વાઘોડિયા રોડ પર પ્રથમ કેસ નોંધાયો છે. વડોદરા શહેરમાં રોજેરોજ નવા કેસો આવી રહ્યા છે. જેથી કોરોના વાઈરસના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. કોરોના વાઈરસની ચપેટમાં રોજ નવા વિસ્તારો પણ ઉમેરાઇ રહ્યા છે. જે તંત્ર માટે ચિંતાનો વિષય બન્યો છે.

મોહિનીબેન બ્રહ્મખત્રી (ઉ.૬૬), (રહે. બનિયન સિટી ડુપ્લેક્ષ)નું ગોત્રી હોસ્પિટલમાં અને સલમાબીબી મન્સુરી (ઉ.૭૫), (રહે ગુલશન એપાર્ટમેન્ટ)નું કોરોના વાઈરસથી સયાજી હોસ્પિટલમાં મોત થયું છે.

આજે નાગરવાડા, કારેલીબાગ, વાઘોડિયા રોડ, વાસણા રોડ, રાવપુરા ડબી ફળીયા વાડી, કમલાનગર, મોગલવાડા મરાઠી મોહલ્લા નવાબજાર, ગુલશન એપાર્ટમેન્ટ યાકુતપુરા વિસ્તારમાં કોરોના વાઈરસના કેસો નોંધાયા છે.

વડોદરા શહેરમાં મંગળવારે સાંજથી આજે સવારે ૧૦ વાગ્યા સુધી લેવાયેલા ૧૯૮ ટેસ્ટમાંથી ૧૬ કેસ પોઝિટિવ આવ્યા છે, જ્યારે ૧૮૨ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

                       વડોદરામાં આજે નોંધાયેલો કોરોના વાઈરસ ૧૬ પોઝિટિવ દર્દીઓના નામ

  1. નિરજંનકુમાર રામદિહલ મહંતો (ઉ.૩૦), કમલાનગર, આજવા રોડ
  2. શિતલબેન મુકેશભાઇ પવાર (ઉ.૩૬), કાછિયા પોળ, રાવપુરા
  3. મોઇન યાવર શેખ (ઉ.૪૪), મોગલવાડા, બકરી પોળ,
  4. અલીભાઇ મોહમદ અરબ (ઉ.૩૬), પાણીગેટ, રાણાવાસ, કાસમમીયા મસ્જિદ
  5. મિહીરબીબી (ઉ.૭૨), શેખ ફરિદ મોહોલ્લા, પાણીગેટ
  6. સરવારભાઇ રજ્જબભાઇ મન્સુરી (ઉ.૪૫), શેખ ફરિદ મોહોલ્લા, પાણીગેટ
  7. પ્રવિણ જૈન (ઉ.૫૮), પ્રિન્ટ એક્સપ્રેસ ખિકાડિંગ ન્યુ દિલ્હી, સર્કિટ હાઉસ
  8. સિમરન સુસુર (ઉ.૨૪), પ્રિન્ટ એક્સપ્રેસ ખિકાડિંગ ન્યુ દિલ્હી, સર્કિટ હાઉસ
  9. અનિલકુમાર કપુર (ઉ.૫૪), પ્રિન્ટ એક્સપ્રેસ ખિકાડિંગ ન્યુ દિલ્હી, સર્કિટ હાઉસ
  10. નિરજ પટેલ (ઉ.૪૮), ક્રિશ્નાપાર્ક સોસાયટી, વાઘોડિયા રોડ
  11. હિરેન દિનેશભાઇ પટેલ (ઉ.૪૩), આપેડવા સોસાયટી, બ્રાઇટ સ્કૂલ પાસે, કારેલીબાગ
  12. કાહકાશા શેખ (ઉ.૩૩), અલકરીન ડૂપ્લેક્ષ, વાસણા રોડ
  13. મહેન્દ્રભાઇ મગનલાલ પ્રજાપતિ (ઉ.૬૬), મરાઠી મોહલ્લા, નવાબજાર
  14. આબેલાબીબી યુનુસભાઇ દૂધવાલા (ઉ.૫૬), ઇંડાવાડાની ગલી, નાગરવાડા
  15. સલમાબીબી અબ્લુલરહેમાન મન્સુરી (ઉ.૭૫), ગુલશન એપાર્ટમેન્ટ, યાકુતપુરા
  16. નારાયાણ મહાસ્કે (ઉ.૭૪), ડબી ફળીયા, વાડી

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.