સુરત પાલિકાની આરોગ્ય સમિતિની બેઠકમાં સભ્યોએ વિભાગની કામગીરી સામે પસ્તાળ પાડી

ગુજરાત
ગુજરાત

સુરત મહાનગર પાલિકાની આરોગ્ય સમિતિ ની આજની બેઠકમાં અનેક સભ્યો દ્વારા પોતાના વિસ્તારની સમસ્યા દુર કરવા સાથે સાથે વિભાગની કામગીરી સામે પસ્તાળ પાડી હતી. પાલિકાના ડોર ટુ ડોર  ગાર્બેજ કલેકશન કામગીરી કરતા કોન્ટ્રાક્ટના કર્મચારીઓના ઉદ્ધત વર્તનની અસંખ્ય ફરિયાદ છે  તેથી એજન્સીને સુચના આપવા માટેની રજૂઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત સેન્ટ્રલ ઝોન સહિત અનેક વિસ્તારમાં ગેરકાયદે નોનવેજની લારીઓનું ન્યુસન્સ છે તે ન્યુસન્સ કડકાઈથી દુર કરવા માટે પણ બેઠકમાં રજુઆત કરવામાં આવી હતી.

સુરત પાલિકાની આરોગ્ય વિભાગની બેઠકમાં આજે ફરીવાર ડોર ટુ ડોર  ગાર્બેજ કલેકશન કામગીરી સામે સભ્યો દ્વારા નારાજગી દર્શાવવામા આવી હતી. સમિતિના સભ્ય કૃણાલ સેલરે કહ્યું હતું કે,  ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન કામગીરીથી શહેરને ફાયદો થઈ રહ્યો છે પરંતુ કેટલીક જગ્યાએ કર્મચારીઓ સોસાયટીના રહીશો સાથે ઉદ્ધત વર્તન કરી રહ્યાં છે અને  કેટલીક જગ્યાએ આવા કર્મચારીઓના કારણે ઘર્ષણ પણ થઈ રહ્યું છે. ઉદ્ધત વર્તન કોન્ટ્રાક્ટરના કર્મચારી કરી રહ્યા છે પરંતુ પાલિકાની શાખને નુકસાન થઈ રહ્યું છે.  જેના કારણે આવા પ્રકારની સમસ્યા વ્યાપક પ્રમાણમાં છે તેને દુર કરવા માટે કર્મચારીઓ પર અંકુશ લાવવો જરુરી છે.

સભ્ય સંજય દલાલે કહ્યું હતું કે, સેન્ટ્રલ ઝોન સહિત અનેક જગ્યાએ નોનવેજનું વેચાણ કરતી ગેરકાયદે લારીઓનું પ્રમાણ વધી રહ્યું છે તેના કારણે ગંદકી થવા ઉપરાંત ટ્રાફિકની સમસ્યા પણ વધી રહી છે. આ પ્રકારનું ન્યુસન્સ અનેક લોકોને  મુશ્કેલી થઈ ઱હી છે તેથી ગેરકાયદે ચાલતી નોનવેજની લારીઓ તાત્કાલિક બંધ થવી જોઇએ તેવી માગણી કરવામાં આવી હતી.  આ ઉપરાંત નરેન્દ્ર પાંડવે કહ્યું હતું કે પાલિકાના અનામત પ્લોટમાં સફાઈ કામગીરી થતી ન હોવાથી ગંદકી થઈ રહી છે તેથી સમયાંતરે આવા પ્લોટની સફાઈ યોગ્ય રીતે થાય તેવી કામગીરી કરવી જોઈએ. આ બેઠકના અંતે અધ્યક્ષ દર્શિની કોઠીયાએ ગાર્બેજ કલેકશન સાથે સંકળાયેલી તમામ એજન્સીઓની એક મહત્વપૂર્ણ બેઠક યોજવા સૂચના આપી છે. આ ઉપરાંત  જે એજન્સીના કર્મચારીઓ ઉદ્ધત વર્તન કરે છે તેવા સામે પગલાં ભરવા માટે પણ તાકીદ કરવામાં આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.