રાજ્યમાં આજે 11 વાગ્યે દરેકના મોબાઈલ ફોન પર મેસેજ આવશે, કોઈએ ગભરાવવું નહીં

ગુજરાત
ગુજરાત

સમગ્ર રાજ્યમાં આજે સવારે 11.00 કલાકે ‘Large Scale Testing of Cell Broadcast’ કરાશે. સેલ બ્રોડકાસ્ટ એલર્ટ સિસ્ટમ એ મોબાઈલ ઉપકરણો પર વિવિધ કુદરતી આપત્તિની મહત્વપૂર્ણ માહિતી મોકલવા માટેની સુવિધા છે. હવામાનની વિવિધ ગંભીર ચેતવણીઓથી લઈને સ્થળાંતર,બચાવ કામગીરી જેવી સૂચનાઓ મોબાઈલ ઉપકરણો દ્વારા જાહેર જનતાને સલામતી માટે મોકલવામાં આવશે.આ અંગેના દરેક નાગરિકોના મોબાઈલ ઉપર ટેસ્ટીંગ મેસેજ પ્રસારિત થશે. એટલે આ માત્ર ટેસ્ટિંગ મેસેજ હોવાથી નાગરિકોએ ગભરાવવું નહીં.

ગુજરાતમાં તમામ લોકોના મોબાઈલ ફોન પર આજે 11ના ટકોરે  એક સેમ્પલ ટેસ્ટિંગ મેસેજ મોકલાશે. જે  સંદેશો ભારત સરકારના ટેલિકોમ્યુનિકેશન વિભાગ દ્વારા સેલ બ્રોડકાસ્ટિંગ સિસ્ટમ દ્વારા મોકલવામાં આવે છે. આ મેસેજ- સંદેશને અવગણવો કારણ કે તમારા તરફથી કોઈ પગલાં કે ચિંતા કરવાની જરૂર નથી. આ સંદેશ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા લાગુ કરવામાં આવી રહેલી સમગ્ર દેશની ઇમરજન્સી એલર્ટ સિસ્ટમના પરીક્ષણ માટે મોકલવામાં આવ્યો છે. કટોકટી દરમિયાન સમયસર ચેતવણી આપીને જાહેર સલામતી વધારવા તેમજ જાનહાનિ અટકાવવાના ઉદ્દેશ્ય સાથે ભવિષ્યમાં આ વ્યવસ્થા અમલી બનાવવામાં આવનાર છે તેના પરીક્ષણના ભાગરૂપે આ મેસેજ મોકલવામાં આવશે. તેમ, સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.