સુરતમાં ૩૦૯૫ કોરોના પોઝિટિવમાંથી ૮૮૨ એક્ટિવ કેસ, વધુ બે મોત સાથે કુલ ૧૧૮ મૃત્યુઆંક થયો.

ગુજરાત
ગુજરાત

કોરોના સંક્રમણ દિવસેને દિવસે ઘેરું બનતું જાય છે. કેસ ઘટવાની જગ્યાએ વધી રહ્યાં છે. પાલિકા અને જિલ્લા દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર અત્યાર સુધીમાં કોરોનાના કુલ ૩૦૯૫ કેસ નોંધાયા છે. જેમાંથી હાલ સુરતની નવી સિવિલ હોસ્પિટલ, ખાનગી હોસ્પિટલ અને ઘરે રહીને સારવાર લઈ રહેલા કુલ ૮૮૨ દર્દીઓ એક્ટિવ છે. જ્યારે કોરોનાના કારણે ૧૧૮ લોકોએ જીવ ગુમાવ્યો છે. અત્યાર સુધીમાં કુલ ૨૦૯૫ દર્દીઓ સાજા થઈને પોતાના ઘરે પહોંચતા રિક્વરી રેટ ૬૮ ટકા આસપાસ નોંધાયો છે. પરંતુ નવા હોટ સ્પોટ બનેલા કતારગામ વિસ્તારમાં હીરાના કારખાનામાંથી મેનેજર સુપર સ્પ્રેડર બની રહ્યા હોવાથી તંત્રની ચિંતા વધી છે.

કતારગામ વિસ્તારમાં ૨૯ જેટલા કેસ સામે આવ્યાં છે. જેમાં મોટા ભાગના હીરાના કારખાનામાં કામ કરતાં લોકો હોવાનું કહેતા કમિશનર બંછાનિધી પાનીએ કહ્યું કે, હીરાના મેનેજર હીરાના પેકેટની લેન દેન કરતાં હોવાથી તેમના થકી સંક્રમણ થઈ રહ્યું છે. જેથી ડાયમંડ યુનિટમાં આ પેકેટનું સેનિટાઈઝ કરવું જોઈએ. ડાયમંડ વર્કર તેમના ઘરે જાય ત્યારે તેમના ઘરના લોકોને પણ ચેપ લાગ્યો હોવાનું સામે આવ્યું છે. જેથી કામ કરતી વખતે હાથ સતત સેનિટાઈઝ કરવા જોઈએ. સતત માસ્ક પહેરવું તથા મોઢા પર હાથ લઈ જાવ ત્યારે હાથ સેનિટાઈઝ કરવા જરૂરી હોવાનું કમિશનરે વધુમાં ઉમેર્યું છે.

ગત અઠવાડિયા દરમિયાન હીરા ઉદ્યોગમાંથી સૌથી વધુ કોરોનાના કેસ સામે આવ્યા છે. જેમાં હીરા માર્કેટની બહાર કામ વગર બેસી રહેતા લોકો અને નહીં જળવાતી સોશિયલ ડિસ્ટન્સીંગને જવાબદાર હાલના તબક્કે ગણવામાં આવી રહ્યું છે. પાલિકા અધિકારીઓ સાથે મળેલી મિટીંગ અંગે સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ બાબુ કથિરીયા જણાવે છે કે, એસોસિએશન દ્વારા સમજાવટ છતાં ઘણાં લોકો બજારમાં કામ વગર આવીને બેસે છે. તે અંગે પાલિકાના અધિકારીઓ દ્વારા જણાવાયું છે કે, જો હજુ કેસ વધશે તો માર્કેટ બંધ કરવાની સ્થિતિ સર્જાય શકે છે. માર્કેટ બંધ નહીં કરવું પડે તે માટે માર્કેટની બહાર બેસતાં લોકોને અટકાવો તથા હાલ મર્યાદિત માણસો સાથે જ ઓફિસ-કારખાનામાં કામ થાય તેવી વ્યવસ્થા કરવા સૂચન કરાયું છે.

અઠવા ઝોન વિસ્તામાં રહેતા અને એલ એન્ડ ટી કંપનીમાં કામ કરતા કર્મચારીનો રિપોર્ટ બુધવારે પોઝિટિવ આવ્યો છે. તેમજ કતારગામ વિસ્તારમાં રહેતા અને પ્રાઈવેટ કંપનીના મેનેજર પણ સંક્રમીત થયા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.