સુરતમાં મેઘરાજાની મેઘમહેર, રસ્તાઓ પર પાણી ભરાતા મ્યુનિ. તંત્ર દોડતુ થયુ

ગુજરાત
ગુજરાત

હાલમાં સમગ્ર રાજ્યમાં મેઘરાજ ધબધબાટી બોલાવી રહ્યા છે. ત્યારે સુરત શહેરમાં આજે મેઘરાજા મહેરબાન થતા સુરત શહેરમાં 5.22  ઇંચ વરસાદ ખાબક્યો હતો. જો કે, વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાતા મ્યુનિ. તંત્ર દોડતુ થયુ હતુ.

આપણે જણાવી દઈએ કે સુરતવાસીઓ ઉઠતાની સાથે જ રાત્રીનો અનુભવ કર્યો હતો, આકાશમાં ચારેબાજુથી કાળા ડિંબાગ વાદળો છવાવાની સાથે અંધારપટ માહોલમાં વરસાદ વરસી રહ્યો હતો. આ વરસાદ વચ્ચે સુરત શહેરના આઠ ઝોન પૈકી સૌથી વધુ વરસાદ રાંદેરમાં ૬ ઇંચ, કતારગામમાં ૫.૫ ઇંચ, વરાછા-એ માં ૪.૫ ઇંચ, વરાછા બી ઝોનમાં ૪ ઇંચ સહિત તમામ ઝોન મળી સરેરાશ ૫.૨૨ ઇંચ વરસાદ નોંધાયો હતો.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.