રાજકોટમાં પંજાબીઓ અને વિદેશીઓએ ગરબા રમીને પતંગ ઉત્સવનો પ્રારંભ કર્યો

ગુજરાત
ગુજરાત

રાજકોટમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ થઈ ચુક્યો છે. ધર્મેન્દ્રસિંહજી કોલેજ ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો લ્હાવો લેવા માટે અનેક રાજ્યો અને દેશ વિદેશી લોકોનું આગમન ચાલુ છે. આ પતંગ મહોત્સવમાં પંજાબીઓ અને વિદેશીઓએ સવારમાં ડાન્સ, ભાંગડા અને ગરબા રમીને કર્યો હતો. સાંજે 5 વાગ્યા સુધી લોકો પતંગ મહોત્સવ મજા માણશે. ડાન્સ-ગરબા બાદ પતંગબાજોએ રંગબેરંગી પતંગો ઉડાવી મજા લઈ રહ્યા છે અને પંજાબની ટીમે પતંગ સાથે દેશભક્તિનો સંદેશો પણ આપ્યો હતો.આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં જર્મની, ઈરાક, મલેશિયા, ઈઝરાયલ, ઇટાલી, જોર્ડન, કોરિયા, લેબનોન, નેપાળ, નેધરલેંડ, યુ.કે., જોર્જિયા, ઇસ્ટોનિયા સહિતના દેશોના પતંગવીરો જોડાયા હતા. જ્યારે ભારત દેશના બિહાર, મહારાષ્ટ્ર, પંજાબ સહિતના અન્ય રાજ્યોના પતંગવીરો જોડાનાર છે. આ તકે રાજકોટ કોર્પોરેશનનાં મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા.


ચંદીગઢથી આવેલા ડો. દેવેન્દ્રપાલ સિંહે જણાવ્યુ હતું કે, હું 45 વર્ષથી પતંગો સાથે જોડાયેલો છું. અમદાવાદનાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં પાંચમી વખત તેમજ રાજકોટમાં આજે બીજીવાર સામેલ થયો છું. પતંગોથી આખી દુનિયા એકબીજા સાથે જોડાય છે અને લોકોને શાંતિ તેમજ પ્રેમથી રહેવાનો સંદેશ આપે છે. અમુક દેશો લડાઈ કરે છે તે યોગ્ય નથી અને પતંગો શાંતિનો સંદેશ આપતી હોવાથી મને પતંગો ખૂબ જ પસંદ છે. એક ધરતી છે. અને આપણે તેના ભાગ પાડ્યા છે. જે યોગ્ય નથી. પતંગોને કોઈ સીમા નડતી નથી. તેમ લોકોએ પણ આવી માન્યતાઓથી દૂર રહેવું જોઈએ.કવલપ્રીત સિંહ જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં આવીને ખૂબ સારું લાગી રહ્યું છે. ડાન્સ કરીને આ મહોત્સવનો પ્રારંભ કર્યો છે. આ પ્રકારે અન્ય પતંગ મહોત્સવ પણ થવા જોઈએ. સવારમાં ડાન્સ કરી એનર્જી આવી ગઈ છે. હવે દિવસભર વિવિધ પ્રકારની પતંગો ઉડાવીશું. બાળકો હાલ ફોન અને ટીવીમાં રહે છે. આ પ્રકારના મહોત્સવથી બાળકોનાં ઉત્સાહમાં વધારો થાય છે અને બાળકો અન્ય લોકો સાથે હળીમળીને પણ રહેતા શીખે છે. આવા મહોત્સવથી લોકોને પ્રકૃતિ સાથે જોડાવાનો મોકો મળે છે.આ તકે સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી હતા, ત્યારથી ગુજરાત સરકાર દ્વારા વિવિધ શહેરોમાં પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત આજે રાજકોટમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરાયું છે. જેમાં માત્ર ભારત નહીં પરંતુ વિશ્વના અનેક દેશના પતંગવીરોએ ઉત્સાહભેર ભાગ લીધો છે. મહોત્સવનાં પ્રારંભે વિદેશી લોકો પણ ગરબે ઘૂમ્યા હતા. સાંજે 5 સુધી ચાલનારા આ મહોત્સવમાં અવનવી પતંગો ઊડતી જોવા મળશે.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.