પાટણમાં હવે કોરોના દર્દીઓને રોબોટ દવા આપશે

ગુજરાત
ગુજરાત

રખેવાળ, પાટણ

પાટણ. ધારપુર મેડિકલ કોલેજના ડિનની પ્રેરણાથી શહેરનાજ બે યુવા સોફ્ટવેર એન્જિનિયરોએ આઇસોલેશન વોર્ડ માટે રોબોટ બનાવ્યો છે. જે દર્દીને દવા સાથે પાણી અને ભોજન પણ પહોંચાડશે. દર્દીને મનોરંજન પણ કરાવશે અને રીમોટ વડે તેને ઓપરેટ કરી શકાશે. ડિન કે અન્ય અધિકારીઓ તેમની ચેમ્બરમાં બેસીને વોર્ડમાં સુપરવાઇઝીંગ કરી શકશે . તબીબી અધીકારીઓ દર્દી સાથે વાત પણ કરી શકશે. ગુરૂવારે કલેકટર આનંદ પટેલ અને ડીન ડો.યોગેશાનંદ ગોસ્વામીએ તેનું દેશમાં પ્રથમવાર યુનિક લોન્ચીંગ કર્યું હતું. આ રોબોટ મેડ ઇન પાટણ છે.

ધારપુર મેડિકલ કોલેજના ડીન ડો. યોગેશાનંદ ગોસ્વામીએ જણાવ્યું કે તેઓ જે સોસાયટીમાં રહે છે તેમાં જ રહેતા બે યુવા સોફ્ટવેર ઇજનર પિનાંક ઠક્કર અને અનિલ પટેલ થોડાક દિવસ અગાઉ તેઓને મળ્યા હતા અને રોબોટ બનાવવાની વાત કરતાં મારી પાસે મોટું બજેટ હોતું નથી તેવું કહેતાં આ બંનેએ મોટા નહી પણ સામાન્ય બજેટમાં થઇ શકે છે તેવું કહેતાં મેં મારા રીસ્ક પર આઇસોલેશન વોર્ડમાં જઇ ડીલીવરી કરી આવે છે. બંનેએ માત્ર ચાર દિવસમાં જ રોબોટ તૈયાર કર્યો છે જેને નામ ધાર-બોટ અપાયું છે.
ગુરૂવારે જિલ્લા કલેકટર આનંદ પટેલના હસ્તે લોન્ચીંગ કરાયું હતું. જે ટ્રોલી સાથે જઇને કામ કરી શકે છે. તબીબી અધિક્ષકને તેમના મોબાઈલમાં આપવામાં આવેલા ખાસ એક્સેસથી તેઓ દર્દી સાથે સીધો સંવાદ પણ કરી શકશે. આઈસોલેશન વોર્ડમાં દર્દીઓ સાથે સંપર્કમાં આવતો મેડિકલ સ્ટાફ પીપીઇ કીટ સાથે જ પ્રવેશે છે. પરંતુ મેડિકલ સ્ટાફના મનમાં ચેપનો કોઈ ડર રહે નહીં અને વધુ સલામત રીતે યોગ્ય સારવાર આપી શકાય તે માટે ‘ધાર-બૉટ’ તૈયાર કરાયો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.