કચ્છમાં ફરી અડધા કલાકમાં ભૂકંપના ત્રણ આંચકા આવતા લોકોમાં ફફડાટ

ગુજરાત
ગુજરાત

કચ્છ : રવિવારે રાતે આવેલા ૫.૩ના તિવ્ર ભૂકંપ બાદ સોમવારે કચ્છના ભચાઉમાં ફરી ધરા ધ્રૂજી હતી. બપોરે ૧૨ઃ૩૦થી ૧ વાગ્યા સુધીના સમય ગાળામાં ત્રણ કંપનો અનુભવાયા હતા. એમાંય પાંચ મિનિટના અંતરમાં બે મોટા આંચકા અનુભાવાયા હતા. ૧૨ઃ૫૭ વાગે ૪.૬ તથા ૧ઃ૦૧ વાગે ૩.૬ની તિવર્તાનો આંચકો આવ્યો હતો.
આ તમામનું કેન્દ્રબિંદુ ભચાઉની આસપાસ રહ્યું હતું. ભૂંકપ આવતા ભુજમાં લોકો ઘર બહાર દોડી આવ્યા હતા. ભચાઉ આસપાસ ગ્રામ્ય વિસ્તારોમાં મકાનોને તિરાડો પડી હોવાનું પણ જાણવા મળ્યું છે. સોમવારે પ્રથમ આંચકો ૧૨ઃ૩૩ આવ્યો હતો અને તેની તીવ્રતા ૨.૪ હતી. કેન્દ્રબિંદુ પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ હતું. બીજો આંચકો ૧૨ઃ૫૭એ આવ્યો હતો જેની તીવ્રતા ૪.૬ રિક્ટર સ્કેલની હતી અને ભચાઉથી ૧૫ કિમી દૂર ઉત્તર-ઉત્તરપૂર્વમાં ભૂકંપનું કેન્દ્રબિંદુ રહ્યું હતું. ત્યારબાદ ત્રીજો આંચકો ૧ઃ૦૧ મિનિટે આવ્યો હતો.
જેની તીવ્રતા ૩.૬ રિક્ટર સ્કેલ પર હતી અને કેન્દ્રબિંદુ ભચાઉથી ૧૧ કિમી ઉત્તર-ઉત્તરપશ્ચિમમાં હતું. કચ્છમાં ભૂકંપ આવ્યા પછી ૬ આફટર શોક આવ્યાં. ઈÂન્ડયન સિસ્મોલોજીકલ રિસર્ચ ઈન્સ્ટીટ્યુટએ આ માહિતી આપી. કચ્છના ભચાઉમાં રવિવારે રાતે ૮.૧૩ વાગ્યે ૫.૩ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. ત્યારબાદ ૬ આફટર શોક આવ્યા હતાં. પહેલો આફટરશોક રાતે ૮.૧૯ વાગ્યે ૩.૧ની તીવ્રતાનો, બીજા આફ્ટરશોક ૮.૩૯ વાગ્યે ૨.૯ની તીવ્રતાનો, ત્રીજા આફ્ટર શોક ૮.૫૧ વાગ્યે ૨.૨ની તીવ્રતાનો, ચોથો આફ્ટરશોક ૮.૫૬ વાગ્યે ૨.૫ની તીવ્રતાનો, જ્યારે પાંચમો આફ્ટરશોક ૧૦.૦૨ વાગ્યે ૩.૭ની તીવ્રતાનો, અને છઠ્ઠો આફ્ટરશોક ૧૦.૦૪ વાગ્યે ૨.૫ની તીવ્રતાનો આવ્યો હતો.

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.