કચ્છમાં સતત ત્રીજા દિવસે ભૂકંપના આંચકા, ૩.૫ રિક્ટર સ્કેલના કંપનનું ભચાઉથી ૧૧ કિમી દૂર એપી સેન્ટર
ગઈકાલે સોમવારે બપોરથી સાંજ સુધીમાં ૩.૬થી લઈને ૪.૬ રિક્ટર સ્કેલના ૩ મોટા કંપનો નોધાયા હતા. ત્યારે આજ ત્રીજા દિવસે સવારે ૧૦ઃ૪૯ પર ૩.૫નો ભૂકંપ નોંધાયો હતો. તેનું કેન્દ્રબિંદુ ભચાઉથી ૧૧ કિલોમીટર દૂર નોંધાયું હતું. રવિવારે રાત્રે પણ ૫.૩ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. ગઈકાલે આવેલા ભૂકંપને કારણે લોકોમાં ફફડાટ ફેલાયો હતો અને લોકો દુકાનો મકાનો અને ઓફિસમાંથી દોડ્યા હતા.
સોમવારે બપોરે જે આંચકાં અનુભવાયાં તે રવિવારના ભૂકંપનો આફ્ટરશોક નહીં, પરંતુ ઓછી તીવ્રતાવાળા ભૂકંપ જ હતા. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ, રવિવારે ભચાઉના વોંધ પાસે નોંધાયેલાં કેન્દ્રબિંદુથી ઉત્તર તરફ પાંચ કિલોમીટર દૂર કંથકોટ શાખા ફોલ્ટલાઇન પર નોંધાયું હતું. આમ આ ભૂકંપ મુખ્ય ફોલ્ટલાઇનની શાખામાં નોંધાયો હોવાથી તેની તીવ્રતા ઓછી હતી.