કચ્છમાં એક જ પરિવારના 5 લોકો નર્મદા નહેરમાં ડૂબ્યા એકજ મહિલાને બચાવવાના પ્રયત્નમાં
ગુજરાતના કચ્છમાં એક મહિલાને બચાવવા જતાં એક જ પરિવારના પાંચ લોકો નર્મદા નહેરમાં ડૂબી ગયા છે. ઘટના પ્રાગપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ગુંદલા ગામની છે. કલાકો સુધી ચાલેલા રેસ્ક્યુ ઓપરેશન બાદ ડાઇવર્સની મદદથી તમામ મૃતદેહોને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલાવી દીધા છે.
કચ્છ પશ્ચિમ પોલીસ અધિક્ષક સૌરભ સિંઘે જણાવ્યું હતું કે, કચ્છમાં એક મહિલાને ડૂબતા બચાવવાના પ્રયત્નમાં નર્મદા નહેરમાં એક જ પરિવારના પાંચ લોકો ડૂબી ગયા છે.એસપીએ જણાવ્યું કે, મહિલા પાણી લાવતી વખતે નહેરમાં લપસી ગઈ હતી. પોલીસે તમામ મૃતદેહો કબજે કરી લીધા છે.એસપીએ જણાવ્યું કે, મુન્દ્રાના ગુંદલા ગામમાં નર્મદા કેનાલમાં એક જ પરિવારના પાંચ સભ્યો ડૂબી ગયા છે. આ ઘટના ત્યારે બની હતી જ્યારે પરિવારના અન્ય સભ્યો પાણી લેવા માટે કેનાલમાં લપસી ગયેલી મહિલાને બચાવવા માટે કેનાલમાં કૂદી પડ્યા હતા. મૃતકોમાં બે મહિલા, બે પુરૂષ અને એક 15 વર્ષીય કિશોરનો સામેલ છે.