જૂનાગઢમાં નવી ભૂગર્ભ ગટરના વિરોધમાં લોકો અને વેપારીઓ રસ્તા પર ઉતર્યા
જુનાગઢ શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે ગટરનું કામ કરવામાં આવી રહ્યું છે. ત્યારે જૂનાગઢના અંબિકાચોક વિસ્તારના લોકો દ્વારા ચાલતા ગટરના કામને બંધ રાખવા રામધૂન બોલાવવામાં આવી હતી. ત્યારે જુનાગઢ મહાનગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓને સદબુદ્ધિ મળે તેવા શબ્દોનો ઉપયોગ કરી વેપારીઓને સ્થાનિકોએ રામધૂન બોલાવી હતી. ત્યારે વર્ષોથી આ વિસ્તારમાં નવાબી કાળની ગટર હોવા છતાં પણ મહાનગરપાલિકા દ્વારા ગટર બનાવવામાં આવી રહી છે. અને આ ગટર ની કોઈપણ જરૂરિયાત અહીંના સ્થાનિકો કે વેપારીઓને નથી તેવું પણ વેપારીઓ અને સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું હતું.નાગર રોડના રહીશ માજી સૈનિક ધીરેન અવાસિયાએ જણાવ્યું હતું. કે આ વિસ્તારના તમામ સ્થાનિકો ગટર મામલે અહીં એકત્રિત થયા છે. કાળવા ચોકથી દિવાન ચોક સુધીના તમામ વેપારીઓ અને સ્થાનિકો આ ગટરના વિરોધ મામલે અહીં એકત્રિત થયા છે. આ વિસ્તારમાં જે ભૂગર્ભ ગટરનું કામ ચાલી રહ્યું છે. તે જરા પણ અહીંના સ્થાનિકો અને વેપારીઓને યોગ્ય લાગતું નથી. કારણકે આ વિસ્તારમાં કોઈપણ ગટરની જરૂરિયાત નથી. આ વિસ્તારમાં છેલ્લા 40 વર્ષથી ગટરની કોઈપણ ફરિયાદ કરવામાં આવી નથી અને જે નાની મોટી ગલીઓમાં ફરિયાદો હોય છે તેનું નિવારણ પણ થઈ શકે છે. આ ભૂગર્ભ ગટરની યોજનાના અન્ય જગ્યાઓના પરિણામ ખૂબ જ ખરાબ આવ્યા છે. આ વિસ્તારના ગટરના કામથી લોકો ખૂબ જ ત્રાહિમામ પોકારી ગયા છે. અહીંના લોકોને ગટર મામલે કોઈ ફરિયાદ નથી જેથી કરી મહાનગરપાલિકા આ ગટરનું કામ અહીંયા ન કરે તેવી અમારી વિનંતી છે.
અંબાબેન અવાસિયાએ જણાવ્યું હતું કે અમારે આ વિસ્તારના રોડમાં કોઈપણ પ્રકારનો વાંધો નથી. આટલા વર્ષો થયા છતાં આ વિસ્તારની ગટર ક્યારે પણ ભરાઈ નથી. આ વિસ્તારમાં જે નવાબીકાળની ગટર છે. તેમાં માણસ ચાલીને નીકળી જાય તેટલી મોટી ગટર છે. ઉપર વાસના વિસ્તારમાંથી જે પાણી આવે છે તેને મહાનગર પાલિકા હજુ સુધી બંધ કરાવતી નથી. વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ છે ત્યારે રોજના એક બે લોકો અકસ્માતનો ભોગ બને છે. આ વિસ્તારમાંથી રખડતા ઢોરને વહેલી તકે પકડવા જોઈએ.ત્યારે આ ખોદકામ કરાઇ રહ્યું છે તે અહીંના સ્થાનિકોને કોઈ જરૂર નથી.આ મામલે ડે.મેયર ગિરીશ કોટેચાએ જણાવ્યું હતું કે આખા ગુજરાતમાં સરકાર દ્વારા હાલ ગટરનું કામ બહાર પાડેલુ છે. જુનાગઢ શહેરમાં ફેઝ 1 નું કામ 350 કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે. ભૂગર્ભ ગટર બનાવવાનું કારણ માત્ર એટલું છે કે શૌચાલયનું પાણી અને વરસાદી પાણી બંને ભેગું થઈ જતું હોય છે. ત્યારે ખરાબ પાણી અને સારું પાણી બંને ભળી જતા શરીરમાં રોગો થાય છે. સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટની ગાઈડ લાઈન મુજબ ગંદુ પાણી નાળા કે નદીમાંમાં ન જવું જોઈએ અને આવું પાણી સીધું ફિલ્ટર પ્લાન્ટમાં જવું જોઈએ. આ પાણી રિસાયકલ કરી ચોખ્ખું પાણી ખેતરમાં કે ઇન્ડસ્ટ્રીઝમાં દેવામાં આવશે. આ યોજના આખા ગુજરાતમાં લાગુ કરવામાં આવી છે.350 કરોડના પહેલાં ફેઝનું કામ પૂરું થવામાં આવ્યું છે. અને તમામ ઘરોમાં ગટરનું કનેક્શન આપી બીજા ફેઝનું પણ કામ હાલ શરૂ છે. વિસ્તારમાં વરસાદી પાણીનો કોઈપણ જગ્યાએ નિકાલ રોકવામાં નહીં આવે. અને માત્ર જે ગંદુ પાણી છે. તેના માટે આ ગટર બનાવવામાં આવી રહી છે. અને આ ગટરનું કામ પૂર્ણ થયા બાદ દિવાન ચોક થી કાળવા ચોક સુધીનું 75 લાખ રૂપિયાનું રોડનું કામ વહેલી તકે પૂર્ણ કરવામાં આવશે.