જૂનાગઢ શહેરમાં બેફામ ડ્રાઈવીંગ કરનાર શખ્સને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું

ગુજરાત
ગુજરાત

જુનાગઢ નેત્રમ શાખાના કેમેરામાં જોખમી રીતે વાહન ચલાવનાર કોઈ ઈસમ હજુ સુધી બચ્યું નથી. ત્યારે જુનાગઢ નેત્રમ શાખાના કંટ્રોલરૂમમાં બે દિવસ પહેલા ગફલત અને માનવ જીવન જોખમાય તેવા ડ્રાઈવિંગની સીસીટીવી કેમેરામાં દેખાઈ હતી. જેને લઇ જુનાગઢ નેત્રમ શાખા કંટ્રોલરૂમના પી.એસ.આઇ પી એચ મશરૂએ જુનાગઢ ટ્રાફિક શાખા ને જાણ કરી હતી.

જૂનાગઢના તળાવ દરવાજા નજીક આવેલી ગલીમાં માનવજીવન જોખમાય તે રીતે એક ફોર વ્હીલ કાર સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. આ ફોર વ્હીલ કાર માં ડ્રાઇવિંગ કરતા ઈસમે લોકોના જીવની પરવા કર્યા વગર ગલી માંથી ફોરવીલ કાર હંકારી હતી. આ ફોર વ્હીલ કારમાં ચાર થી પાંચ ઇસમો સવાર હતા. જેને આ ગલીના ઓટલા પર પૂર ઝડપે કાર ચડાવી હતી. અને ત્યારબાદ કારને ઉભી રાખી ઈસમો ગાડીમાંથી ઉતરી ગયા હતા. આ ફોર વ્હીલ કાર આવતા રહીશોના જીવ તાળવે ચોંટી ગયા હતા.બીજી તરફ પુર ઝડપે આવેલ કારનો અવાજ સાંભળી આ ગલીના રહીશોના પણ પોતાના ઘરની બહાર નીકળી ગયા હતા. જેને લઇ આ ગંભીર ઘટના મુદ્દે ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઈવિંગ કરતા ઈસમ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી.પકડાયેલ ઈસમ પોલીસ સામે પોપટ બની ગયો હતો અને તેને તેની ભૂલ સ્વીકારી હતી અને કહ્યું હતું કે મારું નામ સિકંદર ખોખર છે. મેં જે રફ ડ્રાઇવિંગ કર્યું હતું. એટલે મને જુનાગઢ ટ્રાફિક પોલીસે પકડી મારા પર ગુનો દાખલ કર્યો છે અને હવે આવી ડ્રાઇવિંગ નહિ કરું હું માફી માંગુ છું.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.