ગુજરાતમાં કુલ 24,104 કેસ, 16,672 દર્દી ડિસ્ચાર્જ, મૃત્યુઆંક 1500ને પાર
રાજ્યમાં વેપાર-ધંધા શરૂ થવા બાદ કોરોનાના કેસ પણ વધી રહ્યા છે. દરરોજ 400થી વધુ કેસ અને 25થી 30 લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. જૂન મહિનામાં ઘણીવાર કેસનો આંકડો 500ને પાર પણ થયો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 24104 કેસ નોંધાયા છે. જ્યારે કુલ મૃત્યુઆંક 1506 થયો છે. તો અત્યારસુધીમાં કુલ 16672 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ગઈકાલે છેલ્લા 24 કલાકમાં નવા 514 કેસ નોંધાયા છે. જ્યારે 28 દર્દીના મૃત્યુ થયા છે. તેમજ 339 દર્દીઓને સાજા થતાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
નવા નોંધાયેલા કેસની વિગતો જોઇએ તો અમદાવાદમાં 327, સુરતમાં 64, વડોદરામાં 44, ગાંધીનગરમાં 15, જામનગરમાં 9, ભરૂચમાં 9, રાજકોટમાં 8, પંચમહાલમાં 7, સાબરકાઠા, જૂનાગઢમાં 4-4, પાટણ અને સુરેન્દ્રનગરમાં 3-3, મહેસાણા, અરવલ્લી, વલસાડમાં 2-2, બનાસકાંઠા, આણંદ, કચ્છ, ખેડા, બોટાદ, નવસારી, નર્મદા, અમરેલીમાં 1-1 અને અન્ય રાજ્યમાં 3 કેસ નોંધાયા છે.