ગુજરતામાં છ મહાનગરોમાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ સિવાયની દુકાનો માટે કોઈ છૂટછાટ નહીં

ગુજરાત
ગુજરાત

બોટાદ, બોપલ, ખંભાત, બારેજા, ગોધરા અને ઉમરેઠમાં પણ વધારાની છૂટછાટ નહિ : હજુ એક પખવાડિયું પાન, બીડી, સિગારેટની દુકાનો અને લિકર શોપ બંધ રહેશે : ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં હેરકટીંગ સલૂન, બ્યુટીપાર્લર અને ચા-કોફીની દુકાન – ટી સ્ટોલ ખુલ્લા રાખી શકાશે

રખેવાળ, ગાંધીનગર
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં લોકડાઉન લંબાવવાની સ્થિતિમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે જેમાં રાજ્યના ૬ શહેરો અમદાવાદ, સુરત, વડોદરા,ગાંધીનગર અને ભાવનગર અને રાજકોટ માં જીવન જરુરિયાતની વસ્તુઓ દૂધ, અનાજ, કરિયાણા, શાકભાજી, દવા સિવાયની દુકાનો માટે કોઇ વધારાની છૂટછાટ નહીં આપવાનો નિર્ણય કર્યો છે. રાજ્યની ૬ નગરપાલિકા વિસ્તારો બોટાદ, બોપલ, ખંભાત, બારેજા, ગોધરા, ઉમરેઠ આ ૬ નગરપાલિકાઓમાં પણ કોઇ જ વધારાની છૂટછાટો આપવામાં આવી નથી રાજ્યના જુનાગઢ અને જામનગર મહાનગર અને ૧૫૬ નગરપાલિકાઓમાં અકીલા સોશિયલ ડિસ્ટન્સીંગ અને માસ્કના ફરજિયાત ઉપયોગ સહિતના નિયમો સાથે ઉદ્યોગો શરૂ કરવાની છૂટ આપવામાં આવી છે. સમગ્ર રાજ્યમાં હજુ બે અઠવાડિયા સુધી પાન, ગુટખા, બીડી-સીગરેટની વેચાણ કરતી દુકાનો અને લિકર શોપ ચાલુ કરી શકાશે નહીં સમગ્ર રાજ્યમાં સાંજના ૭ વાગ્યાથી સવારના ૭ વાગ્યા સુધી દરેક નાગરિકોએ ઘરની બહાર નીકળી શકાશે નહીં મુસ્લિમ ભાઇ-બહેનો રમજાન માસની ઉજવણીમાં ઇબાદત અને બંદગી ઘરમાં જ રહીને કરે ભરેલા કે ખાલી માલવાહક વાહનોને સમગ્ર રાજ્યમાં વગર રોકટોકે અવરજવરની છૂટ આપવામાં આવી છે ઓરેન્જ અને ગ્રીન ઝોન જાહેર થયેલા વિસ્તારોમાં હેરકટીંગ સલૂન, બ્યુટીપાર્લર અને ચા-કોફીની દુકાન – ટી સ્ટોલ ખુલ્લા રાખી શકાશે ઓરેન્જ અને ગ્રીન ઝોન વિસ્તારોમાં કેબ અને ટેક્સી સેવાઓ ડ્રાયવર વત્તા બે મુસાફરો સાથે ચાલુ કરી શકાશે. ગ્રીન ઝોન જાહેર થયેલા વિસ્તારોમાં એસ.ટી.ની બસો વધુમાં વધુ ૩૦ મુસાફરો સાથે ચાલુ થઇ શકશે તેમજ ગ્રીન ઝોન વિસ્તારો પૂરતા આંતરજિલ્લા અને જિલ્લાની આંતરિક બસ સેવાઓ શરુ થઇ શકશે. અગાઉના લોકડાઉનના સમય દરમિયાન આવશ્યક સેવાઓ અને ચીજ વસ્તુઓના વેચાણકારોને આપવામાં આવેલા પાસ ફરીથી રીન્યુ કરાવવાના રહેશે નહીં. તેની મુદતમાં હાલના લોકડાઉનના સમયનો વધારો આપોઆપ કરી દેવામાં આવશે


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.