ગુજરાતમાં કોરોનાનો એક જ દિવસમાં 510 કેસ અને 35 દર્દીના મોત, કુલ 19119 કેસ-મૃત્યુઆંક 1190
રાજ્યમાં કોરોનાનો બોમ્બ ફૂટ્યો હોય તેમ છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં અત્યારસુધીમાં સૌથી વધુ 510 કેસ નોંધાયા છે. રાજ્યમાં જ્યારથી લોકડાઉન હટાવી લેવામાં આવ્યું છે ત્યારથી દરરોજ નોંધાતા પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 35 દર્દીના મોત થયા છે, જ્યારે 344 દર્દીઓને સાજા થતા રજા આપવામાં આવી છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 19119 પોઝિટિવ કેસ અને મૃત્યુઆંક 1190 થયો છે. જ્યારે રાજ્યમાં કુલ 13011 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
રાજ્યમાં નવા નોંધાયેલા કેસોની વિગતો જોઇએ તો અમદાવાદમાં 324, સુરતમાં 67, વડોદરામાં 45, ગાંધીનગરમાં 21, મહેસાણામાં 9, પાટણ અને જામનગરમાં 6-6, વલસાડમાં 5, ભાવનગર અને અમરેલીમાં 4-4, ખેડા, ભરૂચ અને સુરેન્દ્રનગરમાં 3-3, ડાંગમાં 2, બનાસકાંઠા, રાજકોટ, અરવલ્લી, સાબરકાંઠા, છોટાઉદેપુર, જૂનાગઢ, નવસારી, દેવભૂમિ દ્વારકામાં 1-1 કેસ નોંધાયા છે.