ગાંધીનગરમાં એક જ દિવસમાં 12 દર્દીના મોત, 8 હતા કોરોના પોઝિટીવ

ગુજરાત
ગુજરાત

કોરોના મહામારી વચ્ચે ગાંધીનગર સિવિલમાં એક જ દિવસમાં 12 દર્દીના મોત થતાં ખળભળાટ મચી ગયો છે. ગાંધીનગરમાં કોરોના સંક્રમણના કેસોમાં દિવસને દિવસે વધારો થઈ રહ્યો છે તેમજ મૃત્યુ પામાનારા લોકોની સંખ્યાનો ગ્રાફ પણ ઊંચો જઈ રહ્યો છે. આજે સવારે સુધીમાં ગાંધીનગર સિવિલમાં 12 દર્દીઓના મોત થતા ખળભળાટ મચી ગયો છે. જેમાં મૃતકો પૈકી 8 લોકો કોરોના પોઝિટિવ તો અન્ય ચાર કોરોનાના શંકાસ્પદ દર્દીઓના સિવિલમાં મોત થયા છે.

ગાંધીનગર સિવિલમાં એક જ દિવસમાં 12 દર્દીઓના મોતને લઈને પણ ગંભીર પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યા છે. મૃતકોમાં 9 પુરૂષો જ્યારે 3 મહિલાઓનો સમાવેશ થાય છે. ગાંધીનગરમાં કોરોનાના કુલ કેસ 3,000થી વધુ છે અને 70 દર્દીઓના મોત અત્યાર સુધી નોંધાયા છે. ગાંધીનગર સિવિલમાં 24 કલાકમાં 12 દર્દીઓના મોતને પગલે તંત્ર પણ હચમચી ગયું છે. ગાંધીનગર સિવિલમાં અત્યાર સુધીમાં ક્યારેય આટલા બધા દર્દીના એક સાથે મોત નોંધાયા નથી. સૌપ્રથમ વખત 12 દર્દીઓના મોત થયા હોવાની ઘટના સામે આવી છે. કોરોનાનો કહેર યથાવત છે અને દિનપ્રતિદિન કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.