બાપુનગરમાં સૌથી વધુ ૧૬ ઉમેદવાર અપક્ષમાં, અમદાવાદમાં ૭૨ ઉમેદવાર અપક્ષ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો બીજો તબક્કો ૧૪ જિલ્લામાં યોજાવાનો છે અને તમાં અમદાવાદમનો પણ સમાવેશ થાય છે. અમદાવાદની ૨૧ બેઠકમાં કુલ ૭૨ અપક્ષ ઉમેદવારો પણ મેદાનમાં છે.
અમદાવાદ જિલ્લામાંથી બાપુનગરમાંથી સૌથી વધુ ૧૬ અપક્ષ ઉમેદવારો છે જ્યારે નારણપુરા-મણીનગર બેઠકમાં એકપણ અપક્ષ ઉમેદવાર નથી. ધોળકામાં ૮, વીરમગામ-સાણંદ-વેજલપુરમાં ૭-૭, નરોડામાં પાંચ, નિકોલમાં ચાર, ઠક્કરબાપાનગરમાં ૩, દરિયાપુર-જમાલપુર ખાડિયા-દાણીલીમડા-એલિસબ્રિજ-ધંધુકામાં ૨-૨ જ્યારે ઘાટલોડીયા-વટવા-અમરાઇવાડી-સાબરમતી-અસારવા બેઠકમાં ૧-૧ ઉમેદવારો અપક્ષ ચૂંટણી લડી રહ્યા છે.
નારણપુરામાં સૌથી ઓછા ચાર જ્યારે બાપુનગરમાં સૌથી વધુ ૩૦ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. મણીનગર બેઠક માટે ૯ ઉમેદવારો છે અને જેમાં એકપણ અપક્ષ નથી. વીરમગામ બેઠકમાં ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલ સામે તેના જેવું જ નામ ધરાવતો ઉમેદવાર અપક્ષ ચૂંટણી લડી રહ્યો છે.