અમરેલીમાં રાજુલાના રેન્જ ફોરેસ્ટ ઓફિસર સહિત બે લોકોને 2 લાખની લાંચ લેતા રંગેહાથ પકડવામાં આવ્યા
કોન્ટ્રાક્ટનું કામ પુરૂ થતા ડિપોઝીટની રકમ છુટી કરવા 10 લાખની લાંચ માંગી હતી આ કેસની વિગત મુજબ ફરિયાદીનો ફોરેસ્ટ વિભાગ,રાજુલામાં સિવિલ બાંધકામનો વાર્ષિક કોન્ટ્રાક્ટ મંજૂર થયો હતો. જેની ડિપોઝિટ પેટે તેઓએ રૂપિયા 5,00,000/- જમા કરાવેલ હતા. આ કોન્ટ્રાક્ટ નું કામ પૂર્ણ થઈ જતા ફરિયાદીએ અમરેલી જિલ્લાના રાજુલાના રેન્જ ફોરેસ્ટ ઓફિસર યોગરાજસિંહ એમ.રાઠોડને ડિપોઝીટ છુટી કરવા કહ્યું હતું. પરંતુ રાઠોડે કમિશનની ટકાવારી પેટે ફરિયાદી પાસે રૂ.10,00,000 ની લાંચ માંગી હતી.
જેમાં ફરિયાદીએ અગાઉ રૂ.90,000 રાઠોડને આપ્યા હતા. તેમછતા રાઠોડે પૈસાની માંગણી ચાલુ રાખી હતી. બીજીતરફ ફરિયાદીએ એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ નોંધાવતા અધિકારીઓએ રાજુલામાં રેન્જ ફોરેસ્ટ ઓફિસમાં જાળ બિછાવીને રૂ,2,00,000 ની લાંચ લેતારેન્જ ફોરેસ્ટ ઓફિસર યોગરાડસિંગ રાઠોડ અને કોમ્પ્યુટર ઓપરેટર વિસ્મય ડી. રાજ્યગુરૂની રંગેહાથ ધરપકડ કરી હતી.