અમદાવાદમાં વધુ ૨૯ શાકભાજીવાળા અને ૧૦ કરિયાણાવાળા પોઝિટિવ

ગુજરાત
ગુજરાત

અમદાવાદ : શહેરમાં મંગળવારે વધુ ૨૬૭ કેસ અને ૨૧ લોકોના મૃત્યુ થયા હતા. સૌથી વધુ કેસ મણિનગરમાં ૧૯, જમાલપુરમાં ૧૬, વેજલપુરમાં ૧૦, બોડકદેવમાં ૮, અસારવામાં ૧૧, અમરાઈવાડીમાં ૧૦ કેસ નોંધાયા હતા. આ ઉપરાંત નવરંગપુરામાં ૬, સરસપુરમાં ૯, શાહપુરમાં ૧૧, સરખેજમાં ૮, શાહીબાગમાં ૬, વિરાટનગરમાં ૫, ઈસનપુરમાં ૭, દરિયાપુરમાં ૬, ગોમતીપુરમાં ૬, દાણીલીમડા ૯, જોધપુરમાં ૮, નારણપુરામાં ૩, નવા વાડજમાં ૬, પાલડીમાં ૪, રામોલ-હાથીજણમાં ૬, ઠક્કરબાપાનગરમાં ૫ કેસ નોંધાયા હતા. વધુ ૫૧ સુપર સ્પ્રેડર્સના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યા હતા. જેમાં ૨૯ શાકભાજીવાળા અને ૧૦ કરિયાણાવાળાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. જેમાં થલતેજ, ખોખરા, અસારવા અને અમરાઈવાડીના સૌથી વધુ છે. વિરાટનગરની દિવ્યપ્રભા સોસાયટી જ્યારે ઓઢવના વિમલ પાર્ક સોસાયટીમાં ૩-૩ પોઝિટિવ કેસ નોંધાયા હતા.

શહેરમાં વધુ ૨૧ મૃત્યુ થયા હતા. જેમાં સૌથી વધુ ખાડિયામાં ૪, દરિયાપુરમાં ૩, નારણપુરામાં ૨ દર્દીના મોત થયા હતા. ભૂલાભાઈ પાર્ક પાસેના અનમોલ એપોર્ટમેન્ટમાં રહેતા બે વ્યક્તિના પણ એકસાથે મોત થયા હતા. ૨૪ દિવસની સારવાર પછી ગોમતીપુરમાં રહેતા વૃદ્ધનું મોત થયું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.