અમદાવાદમાં વ્યાજખોરોએ યુવકને કિડની વેચી મારવાની ધમકી આપી

ગુજરાત
ગુજરાત

અમદાવાદમાં વ્યાજખોરોના ત્રાસનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સેટેલાઈટ પોલીસ ચોકીમાં 4 વ્યાજખોરો સામે FIR નોંધાઈ છે. ફરિયાદીએ જણાવ્યા મુજબ તેણે ધંધા માટે રુ. 55 લાખ વ્યાજે લીધા હતા. જેમાંથી 32 લાખ ચૂકવ્યા હતાં. દરમિયાન ધંધો ઠપ્પ થતા બાકીની રકમ 3 મહિનાથી ચૂકવી ન હતી. જેથી વ્યાજખોરો ફરિયાદીની કાર ઉઠાવી ગયા હતા અને તેની કિડની વેચીને બાકીની ઉઘરાણી કરવાની ધમકી આપી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજુ ભાઈ કોટિયા પામ્સ વેલનેસ હબ નામની સ્પા મસાજ દુકાન ચલાવે છે. સ્પા નાં વ્યવસાય માટે પૈસા જરૂર હોવાથી તેમણે વર્ષ 2019 મા વનરાજસિંહ ચાવડા, મનોજ ખંત્રી, હાર્દિક ત્રિપાઠી અને કમલેશ પટેલ પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા. જેમાં વ્યાજખોરો ઉંચા વ્યાજની ઉઘરાણી કરી પેનલટી ના નામે પૈસા માગણી કરતાં હતાં એટલું જ નહિ વ્યાજખોર વનરાજસિંહ ચાવડાએ આ દંપતીની કાર પણ પડાવી લીધી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.