અમદાવાદમાં કોંગ્રેસ શંકરાચાર્યજીની ગૌ માતાને રાજ્ય માતા ઘોષિત કરતું બિલપાસ કરવામાં આવશે
ઉપરોક્ત આયોજનમાં સમગ્ર ગુજરાતમાંથી સનાતન હિન્દુ ધર્મીઓ હજારોની સંખ્યામાં હાજરી આપી હતી. ગૌ માતા રાષ્ટ્ર માતા અભિયાન અંતર્ગત શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદજીનું અમદાવાદમાં આગમન થયું છે. ગુજરાત કોંગ્રેસ શંકરાચાર્યજીની ગૌ માતાને રાજ્ય માતા ઘોષિત કરવાની વાતને સમર્થન આપે છે અને આવનારા વિધાનસભા સત્રની અંદર તેના માટે બિલ પણ લાવશે તેમ અમિત ચાવડાએ જણાવ્યું હતું. આજ રોજ સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે “ગૌ માતા રાષ્ટ્રમાતા અભિયાન” અંતર્ગત ગાયને પશુ સૂચિમાંથી હટાવી રાષ્ટ્રીય દરજ્જો અપાવવાના ધ્યેય સાથે પરમારાધ્ય પરમધર્માધીશ જગદ્ગુરુ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરનંદજી અને દેશ અને ગુજરાતના જાણીતા સનાતની સાધુ સંતો, ધર્મગુરુઓ ગુજરાત રાજયની પાવનધરાના પ્રમુખ શહેર અમદાવાદના આગણે પધાર્યા હતા.
ઉપરોક્ત આયોજનમાં સમગ્ર ગુજરાતમાંથી સનાતન હિન્દુ ધર્મીઓ હજારોની સંખ્યામાં હાજરી આપી હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ વિધાનસભા વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ શંકરાચાર્યજીની ઉપસ્થિતિમાં જણાવ્યું હતું કે ગુજરાત કોંગ્રેસ શંકરાચાર્યજીની ગૌ માતાને રાજ્ય માતા ઘોષિત કરવાની વાતને સમર્થન આપે છે અને આવનારા વિધાનસભા સત્રની અંદર તેના માટે બિલ પણ લાવશે. બનાસકાંઠાના સંસદ સભ્ય ગેનીબેને જણાવ્યું હતું કે હું જ્યારે ચૂંટણી લડતી હતી તે વખતે જ મેં જગતગુરુ શંકરાચાર્ય સમક્ષ સંકલ્પ કર્યો હતો કે જો હું ચૂંટણી જીતીશ તો સંસદમાં ગાય માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા માટે સમગ્ર દેશને આહ્વહન કરીશ, સમગ્ર દેશમાં સૌથી વધારે પાંજરાપોળ એ બનાસકાંઠા વિસ્તારમાં આવેલી છે ગાય માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા મારું સંપૂર્ણ સમર્થન રહેશે.