થોડીવારમાં જામનગરમાં PM મોદીનો યોજશે ભવ્ય રોડ-શો

ગુજરાત
ગુજરાત

ગુજરાત વિધાનસભાની ચૂંટણી અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વધુ એક વખત ગુજરાતના મહેમાન બન્યા છે. pm 3 દિવાસના ગુજરાત પ્રવાસે આવ્યા છે. જેનો આજે બીજો દિવસ છે. ત્યારે આજે ભરુચ, આણંદ અને અમદાવાદમાં વિકાસ કાર્યોની ભેટ આપ્યા બાદ વડાપ્રદાનનું હાલારની ભૂમિ પર આગમન થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જામનગર આગમને લઇને લોકોમાં અનેરો થનગનાટ  જોવા મળ્યો હતો અને જામનગરમાં જાણે કેસરીયો સાગર ઉમટ્યો હોય તેવો માહોલ છવાયો છે. જામનગરવાસીઑ માટે આજની ઘડી રડિયામણી અને સોનાના સૂરજ સમાન છે. કારણ કે આજે 1 હજાર 448 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રધાનમંત્રી મોદી દ્વારા કરવામાં આવશે.

જામનગર મુલાકાત દરમિયાન ભવ્ય રોડ  શોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દીગજામ  સર્કલ રોડ શો નો પ્રારંભ કરવામાં આવશે. આ દરમિયાન જુદા-જુદા સમાજ દ્વારા પરંપરાગત પહેરવેશ અને રાસ થકી વડાપ્રધાનનું અભિવાદન કરવામાં આવશે. વધુમાં યુવાનોએ માથામાં બીજેપી, મોદીના નામ લખાવ્યા છે. જે PMના રોડ શો દરમિયાન યુવાનો સ્વાગત કરશે. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સૌરાષ્ટ્રને સૌથી મોટી ભેટ આપશે. જામનગર મુલાકાત દરમિયાન વડાપ્રધાન દ્વારા સૌની યોજનાના બીજા અને ત્રીજા તબક્કાનું લોકાર્પણ કરશે. રૂ.300 કરોડથી વધુના ખર્ચે લિંક-1 પેકેજ-5નું લોકાર્પણ અને રૂ.700 કરોડથી વધુના ખર્ચે લિંક-3 પેકેજ-7નું લોકાર્પણ કર્યા બાદ હવે સૌરાષ્ટ્રના જળાશયો ભરાતા પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ થશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.