એક દિવસમાં 4714 દર્દીઓ રાજકોટ સિવિલમાં નોંધાયા બીજા નંબરે અમદાવાદની સિવિલ
સમગ્ર દેશની સરકારી હોસ્પિટલોમાં દાખલ થતા અને સારવાર લેતા દર્દીઓની જારી વિગત મુજબ 18 સપ્ટેમ્બરે દેશની ટોપ-10 હોસ્પિટલોના નામ જાહેર કરાયા છે તેમાં નં.1 પર રાજકોટની પીડીયુ મેડીકલ કોલેજ, સિવિલ હોસ્પિટલમાં સૌથી વધુ, એક દિવસમાં 4714 દર્દીઓએ સારવાર લીધી હતી. જ્યારે બીજા નંબરે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 4607 દર્દીઓની ઓ.પી.ડી. નોંધાઈ હતી.
સુરતની ન્યુ સિવિલ હોસ્પિટલમાં પણ 3583 ઓ.પી.ડી. સાથે દેશમાં સૌથી વધુ ઓ.પી.ડી.વાળી હોસ્પિટલમાં ત્રીજા ક્રમે આવી હતી. જ્યારે સૌથી વધુ ઈન્ડોર પેશન્ટમાં એટલે કે એક દિવસમાં દાખલ થયેલા દર્દીઓમાં સુરતની આ હોસ્પિટલ 987 દર્દીઓ સાથે પ્રથમ ક્રમે રહી હતી. ગુજરાતની રાજકોટ,અમદાવાદ, સુરતની સરકારી હોસ્પિટલ તેમજ ગુરૂ ગોવિંદસિંહ હોસ્પિટલ (2874 ઓ.પી.ડી. સાથે 7ઠ્ઠા ક્રમે,અને આઈ.પી.ડી.માં 450 દર્દી સાથે 6ઠ્ઠા ક્રમે) છે. જ્યારે વડોદરાની સિવિલ હોસ્પિટલ 353 દાખલ દર્દીઓ સાથે 10માં ક્રમે છે.