પકોડી લવર્સ માટે મહત્વનાં સમાચાર, પકોડીનો મસાલો સડેલા બટાકામાંથી તૈયાર થાય છે! વાંચો
રાજ્યના પાણીપુરીના શોખીન માણસો માટે જાણવાલાયક સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટમાં આરોગ્ય વિભાગે એક પાણીપુરીની દુકાનમાં રેડ પાડતા કહ્યું કે, જે બટાટાથી માવો તૈયાર કરાય છે તે તમામ બટાટા સડેલા નીકળ્યા છે. ટીમે રાજકોટ શહેરના 150 ફૂટ રીંગરોડ પર આવેલ અનેક જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા. જ્યાંથી આરોગ્યને નુક્સાન થાય તેવું પાણી તેમજ સડેલા બટાટા મળી આવ્યા હતા. ઉપરાંત એક હોટેલમાંથી વાસી નુડલ્સ મળ્યું હતું.
વધુમાં જણાવી દઈએ કે હાલમાં અનેક જગ્યાઓ પર ખાણી પીણીની લારીઓ જોવા મળે છે. અને લોકો પણ તેને મજા માણીને લારીઓ પર ખાવા માટે જાય છે. પરંતુ શું તમે કોઈ દિવસ વિચાર્યું છે કે તમે જે ખાઈ રહ્યા છો તે તમારા શરીર માટે યોગ્ય છે કે અયોગ્ય, તો આજે અમે તેમને રાજકોટની લારીઓનું રીયાલીટી જણાવીએ… રાજકોટમાં આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં એક પકોડીની લારી પણ સામેલ હતી. જેમાં પકોડીના મસાલામાં વપરાયેલ બટાકા એક દમ નીચી ક્વોલીટીના હતા અને તે સડેલા હતા. જ્યારે વધુ એક જગ્યા પર ટીમે દરોડા પાડ્યા તો વાસી નુડલ્સ મળી આવ્યું હતું.