હું એક લાખ મતથી વધુ લીડથી જીતીશ, માંજલપુરના ભાજપના ઉમેદવાર યોગેશ પટેલે કહ્યું

ગુજરાત
ગુજરાત

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું આજે બીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. ત્યારે ભાજપના માંજલપુર બેઠકના ઉમેદવાર અને સતત આઠમી વખત ચૂંટણી લડી રહેલા યોગેશ પટેલે પરિવાર સાથે મતદાન કર્યું હતું. તેમણે મતદાન બાદ જણાવ્યું હતું કે, હું આ વખતે એક લાખથી વધુ મતની લીડથી જીતી જઈશ. પાર્ટીએ મારા કામ જોઈને મને રીપીટ કર્યો છે. દરેક મતદારે મતદાન કરવું જોઈએ.
સી.આર પાટિલ અને મુખ્યમંત્રીએ મારી ટિકિટ જાહેર કરીઃ યોગેશ પટેલ
ભાજપે છેલ્લી ઘડીએ માંજલપુર વિધાનસભા બેઠક પર યોગેશ પટેલને રીપિટ કરવાની જાહેરાત કરી હતી. ત્યાર બાદ યોગેશ પટેલે જાહેરાત કરતા જણાવ્યુ છે કે, હું ભાજપમાંથી ઉમેદવારી કરીશ. સી.આર પાટિલ અને મુખ્યમંત્રીએ મારી ટિકિટ જાહેર કરી છે. હું આ ચૂંટણીમાં પણ વધુમાં વધુ મત સાથે વિજેતા બનીશ. માંજલપુરમાં મારો કોઈ વિરોધ નહોતો. પાર્ટીએ મારી પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
છેલ્લી 2 ટર્મથી માંજલપુર બેઠક ઉપર ચૂંટાતા આવ્યા છે
ધારાસભ્ય યોગેશ પટેલ 4 વખત રાવપુરા બેઠક ઉપરથી ચૂંટાઇ આવ્યા હતા. ત્યાર બાદ વડોદરાની પાંચ વિધાનસભા બેઠકો થયા બાદ તેઓ છેલ્લી 2 ટર્મથી માંજલપુર બેઠક ઉપર ચૂંટાતા આવ્યા છે. તેમના જણાવ્યા પ્રમાણે પાર્ટીએ તેમને 8મી વખત તક આપી છે.ભારતીય જનતા પાર્ટીએ 75 વર્ષથી વધુ ઉંમરના આગેવાનને ટિકિટ નહીં આપવા ના નિર્ણયમાં છૂટછાટ આપી આખરે યોગેશ પટેલ ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવતા ચર્ચાનો વિષય બન્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.