વોટ ટકાવારીમાં I.N.D.I.A ગઠબંધન NDAની ખૂબ નજીક, ગુજરાતમાં કોને મળશે કેટલી બેઠકો?
ઈન્ડિયા ટુડે અને સી વોટરએ 2024ની લોકસભા ચૂંટણીને લઈને એક સર્વે કર્યો છે. આ સર્વેમાં NDA અને I.N.D.I.A.ની મત ટકાવારીમાં બે ટકા મતનો તફાવત સામે આવ્યો છે. સર્વેમાં કહેવામાં આવ્યું છે કે જો દેશમાં પણ ચૂંટણી થાય તો ભાજપના નેતૃત્વમાં એનડીએ સરકાર બની શકે છે. સર્વેમાં એડીએને 306 અને I.N.D.I.A ગઠબંધનને 193 અને અન્યને 44 મત મળવાની આગાહી કરવામાં આવી છે. I.N.D.I.A ગઠબંધન ફાયદાકારક સાબિત થયું છે, પરંતુ I.N.D.I.A જાદુ ગુજરાતમાં ભાજપના ગઢમાં કામ નહીં કરે.
સી વોટરના વડા યશવંત દેશમુખે પોતાની પ્રતિક્રિયામાં કહ્યું છે કે I.N.D.I.A ગઠબંધન ગુજરાત અને દિલ્હીમાં વિપક્ષને મદદ કરશે નહીં. દેશમુખે કહ્યું છે કે સર્વેના તારણો મુજબ ભાજપ બંને રાજ્યોમાં ક્લીન સ્વીપ કરશે. દેશમુખે કહ્યું કે કોંગ્રેસ અને AAP એકસાથે લડી રહ્યાં હોવા છતાં, ભાજપને બંને રાજ્યોમાં એક પણ બેઠકનું નુકસાન થતું દેખાઈ રહ્યું નથી. દિલ્હી અને ગુજરાતની તમામ લોકસભા બેઠકો ભાજપ પાસે છે.
જો ઈન્ડિયા ટુડે સી વોટર સર્વે અને યશવંત દેશમુખના અંદાજો પર વિશ્વાસ કરવામાં આવે તો ભાજપ ત્રીજી વખત ગુજરાતમાં તમામ 26 બેઠકો જીતશે. પાર્ટીએ 2014 અને 2019માં રાજ્યની તમામ લોકસભા બેઠકો જીતી હતી અને કોંગ્રેસને એક પણ બેઠક જીતવા દીધી ન હતી. જો સર્વેની આગાહી સાચી ઠરશે તો ભાજપ ગુજરાતમાં ક્લીન સ્વીપની હેટ્રિક કરશે અને નરેન્દ્ર મોદી ફરી ત્રીજી વખત દિલ્હીમાં વડાપ્રધાન તરીકે શપથ લઈ શકે છે. ઈન્ડિયા ટુડે-સી વોટરે આ સર્વે 15 જુલાઈથી 14 ઓગસ્ટની વચ્ચે કર્યો છે.