વાવાઝોડાની સંભાવનાને પગલે મુખ્યમંત્રીની બેઠક, સ્થિતિને પહોંચી વળવા NDRFની ટીમો સ્ટેન્ડબાય

ગુજરાત
ગુજરાત

આગામી ૩ અને ૪ જૂનના રોજ ગુજરાતમાં તોળાઈ રહેલી ‘નિસર્ગ’ વાવાઝોડાની સંભાવનાને લઇને રાજ્ય સરકાર એક્શનમાં આવી ગઇ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરી સંભવિત વાવાઝોડાને પહોંચી વળવા માટે એક્શન પ્લાન તૈયાર કરી રહી છે. વાવાઝોડાની સૌથી વધુ અસર દક્ષિણ ગુજરાત અને અમરેલી, ભાવનગર જિલ્લામાં થવાની શક્યતાના પગલે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા અને અમરેલી, ભાવનગર જિલ્લાને હાઈ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. ૧૦ એનડીઆરએફની ટીમો સ્ટેન્ડબાય રાખવામાં આવી છે અને નિચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સ્થળાંતરિત કરવાની સૂચના આપી દેવામાં આવી છે.

આજથી ગુજરાતમાં સચિવાલયમાં સરકારી કામકાજનો પ્રારંભ થતાની સાથે જ વાવઝોડાનું સંકટ શરૂ થયું છે, જેના કારણે પહેલા જ દિવસથી સરકાર વાવઝોડાના સંકટ સામે લડવા લાગી છે, ખાસ કરીને સ્વર્ણિમ સંકુલમાં પણ મંત્રીઓએ બેસવાનું શરૂ કરતાં જ સૌ પહેલું વાવઝોડાનું સંકટ ટાળવા કામે લગાડી દીધા છે. મુખ્યમંત્રીએ વાવાઝોડાની અસર અને તૈયારી અંગે જણાવ્યું છેકે, આજે હાઈ પાવર બેઠક થઇ હતી. જેમાં સંભવિત અસરગ્રસ્ત જે-તે જિલ્લાના કલેક્ટર પણ જોડાયા હતા. સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓમાં હાઈ એલર્ટ અપાયું છે જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છના બાકીના જિલ્લાને એલર્ટ કરવામાં આવ્યા છે.

ખાસ કરીને કોવિડ-૧૯ કોરોનાની મહામારીની સંક્રમણ સામે સંઘર્ષ કરી રહ્યાં છીએ અને બીજી તરફ કુદરતી આપત્તી વાવાઝોડું બન્નેની સાથે સમીક્ષા અને વ્યવસ્થાનો વિચાર કરવામાં આવ્યો છે. ઇલેક્ટ્રિસિટી વિભાગને હાઈ એલર્ટ કરવામાં આવ્યું છે. કોવિડ હોસ્પિટલ છે ત્યાંની વિશેષ જાળવણી અને સાવચેતી રાખવા આરોગ્ય વિભાગને જણાવાયું છે. તમામ માર્કેટયાર્ડોને ચીજવસ્તુઓ બગડી ન જાય તે માટે બધી વસ્તુઓને સલામત સ્થળે ખસેડવા અને સુરક્ષિત રાખવા જણાવી દેવાયું છે.

આજે ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલ રૂમમાં આગામી સંભવિત વાવાઝોડું ૨ તારીખે મોડી રાતથી ૩ તારીખે વહેલી સવારથી કેરળ પાસે જે ડિપ્રેશન ઉભુ થયું છે. આ વાવાઝોડું ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે પસાર થશે એવી સંભાવના છે. એટલે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાને હાઇ એલર્ટ કરાયા છે. ભાવનગર અને અમરેલી જિલ્લાને પણ હાઇ એલર્ટ કરાયા છે. વરસાદની પુરતી સંભાવના છે. સુરત, નવસારી, વલસાડ, ભરૂચ, ડાગ, ભાવનગર અને અમરેલી જિલ્લામાં પવન સાથે વરસાદ પુરતી સંભાવના રહેશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષટ્રના તમામ માછીમારોને પરત બોલાવાયા છે. તમામ જિલ્લાઓના અગરિયાઓ, મીઠું પકવતા લોકોને ખસેડવામાં આવ્યા છે. ઝિંગા ફાર્મમાં કામ કરતા લોકોને પણ ખસેડવાની સૂચના આપી દેવાઈ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.