હાશ ! વાવાઝોડું નિસર્ગ ગુજરાતના દરિયાકાંઠે હવે નહીં ટકરાય

ગુજરાત
ગુજરાત

ગાંધીનગર : કોરોનાના કહેર વચ્ચે ગુજરાત તરફ બીજી એક આફત આગળ વધી રહી હતી. હવે રાહતના સમાચાર છે કે નિસર્ગ નામનું સંભવિત વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે નહીં ટકરાય. હવે આ વાવાઝોડું મહારાષ્ટÙના કાંઠા વિસ્તારમાં ટકરાશે. જાકે, તેની અસરને પગલે દક્ષિણ ગુજરાત માં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ત્રીજી જૂનના રોજ દક્ષિણ ગુજરાતમાં કાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે. હવામાન ખાતાના ડાયરેકટર જયંત સરકારે મંગળવારે મીડિયાને આપેલી માહિતી પ્રમાણે અરબી સમુદ્રમાં ડીપ્રેશન ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ ગયું છે. હાલ તે સુરતથી ૬૭૦ કિલોમીટર દૂર છે. છ કલાક બાદ ડીપ ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તિત થશે. જે બાદમાં તે સિવિયર (વધારે ખતરનાક) વાવાઝોડું પણ બની શકે છે. જયંત સરકારના જણાવ્યા પ્રમાણે આવતી કાલે ત્રીજી જૂનના રોજ મહારાષ્ટÙના રાયગઢ જિલ્લાના હરીહરેશ્વર અને દમણ વચ્ચેથી આ વાવાઝોડું પસાર થશે. એટલે કે અલીગઢ નજીક આ વાવાઝોડું ટકરાશે. આ દરમિયાન તેની ઝડપ ૧૦૦થી ૧૨૦ કિલોમીટર પ્રતિ કલાક હશે.

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.