નરેશ કનોડિયાને કેટલા એવોર્ડ મળ્યા?, દાદાસાહેબ ફાળકે એવોર્ડ પણ લિસ્ટમાં..

ગુજરાત
ગુજરાત

ગુજરાતી સિનેમાના સુપર સ્ટાર હવે આપણી વચ્ચે રહ્યા નથી. લાખો પ્રશંસકોના દિલ પર રાજ કરનારા નરેશ કનોડિયા નું કોરોનાના કારણે નિધન થયું છે. નરેશ કનોડિયાએ 125 ગુજરાતી ચલચિત્રોમાં મુખ્ય અભિનેતા તરીકે એક હથ્થું રાજ ભોગવ્યું છે. એટલું જ નહીં, સહાયક અભિનેતા તરીકે કામ કરવા ઉપરાંત પોતાના મોટાભાઈ મહેશ કનોડિયા સાથે જોડી બનાવીને 150 જેટલી ફિલ્મોમાં સંગીત આપ્યું છે. નરેશ કનોડિયા ઉપેન્દ્ર ત્રિવેદી, અસરાની, કિરણકુમાર વગેરે સાથે ગુજરાતી ચલચિત્ર જગતની એ જુની પેઢીનું પ્રતિનિધિત્વ કરે છે જેણે 1980 અને 1990નાં દાયકામાં ઘણાં સફળ ચલચિત્રો આપ્યાં. તેના માટે ગુજરાત સરકાર દ્વારા ગુજરાતી ફિલ્મના કલાકાર કસબીઓને અપાતા એવોર્ડ પૈકી નીચેની વિગતે નરેશ કનોડિયાને એવોર્ડ પ્રાપ્ત થયેલ છે.

(૧) શ્રેષ્ઠ સંગીત માટેનો એવોર્ડ ફિલ્મ તાનારીરી માટે (1974-75) (સંગીતકાર તરીકે)
(૨) શ્રેષ્ઠ ગુજરાતી અભિનેતા માટેનો એવોર્ડ ફિલ્મ જોગ સંજોગ માટે (1980-81)
(૩) દ્વિતીય શ્રેષ્ઠ ફિલ્મ માટેનો એવોર્ડ ફિલ્મ જોગ સંજોગ માટે (1980-81) (નિર્માતા તરીકે)
(૪) શ્રેષ્ઠ સંગીત માટેનો એવોર્ડ ફિલ્મ જોગ સંજોગ માટે (1980-81) (સંગીતકાર તરીકે)
(૫) શ્રેષ્ઠ સંગીત માટેનો એવોર્ડ ફિલ્મ લાજુ લાખણ માટે (1991-92) (સંગીતકાર તરીકે)

નરેશ કનોડિયાને દાદાસાહેબ ફાળકે એકેડમી એવોર્ડ પણ મળેલો છે. 2012માં ભારતીય સિનેમા જગતને સો વર્ષ પૂર્ણ થવાની ખુશાલીમાં મુંબઈ ખાતે યોજાયેલ એક સમારંભમાં દિલીપકુમાર, અમિતાભ બચ્ચન, સાયરાબાનું અને વિનોદ ખન્ના જેવા ભારતીય સીને જગતના મહારથીઓની સાથે ગુજરાતી ફિલ્મ જગતમાં નરેશ કનોડિયાના અનન્ય પ્રદાન બદલ તેમને આ એવોર્ડ આપવામાં આવેલ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.