દશાડા પાટડી હાઈવે પર બાઈક અને ટ્રેલર વચ્ચે ભયાનક અકસ્માત, 1 યુવકનું મોત

ગુજરાત
ગુજરાત

રાજ્યમાં અકસ્માતના બનાવોમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે.  જેમાં સુરેન્દ્રનગર જીલ્લાના દશાડા પાટડી હાઈવે પર અકસ્માતની ઘટના બની છે, દશાડા પાટડી હાઈવે પર ટ્રેલરે બાઈક ચાલકને અડફેટે લીધો હતો, જોકે બાઈક પર બે યુવકો સવાર હતા. આ અકસ્માતમાં બાઈકમાં સવાર બન્ને યુવકમાંથી એક યુવકનું મોત થયું હતું, જ્યારે બીજો યુવક ઈજાગ્રસ્ત થયો હતો. જો કે અકસ્માત થતા રોડ પર ટ્રાફિક જામ થયો હતો. ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોચી અકસ્માત થવા પાછળનું કારણ અને ટ્રેલર ચાલક કોણ હતો અને કોનું ટ્રેલર છે તે બાબતે તપાસ હાથ ઘરી છે. જો કે અકસ્માતમાં ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખેસડવામાં આવ્યો છે. જ્યારે મૃતક યુવાનના મૃતદેહને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.