વલસાડમાં ભારે વરસાદ, હિંગરાજ ગામે ઘરોમાં પાણી ઘુસ્યા

ગુજરાત
ગુજરાત

વલસાડ જિલ્લામાં ભારે વરસાદ પડવાથી જનજીવન અસ્થવસ્થ થઇ ગયું છે. ભારે વરસાદનાં કારણે મોડી રાત્રે NDRFએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું. ભારે વરસાદનાં કારણે હિંગરાજ ગામ ખાતે 7 જેટલા ઝીંગાના ફાર્મમાં કામ કરતા મજૂરોનું રેસ્ક્યુ કરાયું હતું.
મેઘરાજા મન મુકીને વરસતા ઔરંગા નદીની સપાટી વધી હતી, નદીની સપાટી વધતાની સાથે જ  હિંગરાજ ગામ ઔરંગા નદીના પાણી ઘુસ્યા હતા. ઔરંગા નદીના પાણી એકા એક વધતા 7 જેટલા મજૂરો ઝીંગા ફાર્મમાં ફસાયા હતા. મોડી રાત્રે વહીવટી તંત્રને જાણ થતાં તાત્કાલિક પગલાં લઈ NDRFની ટીમે રેસ્કયુ કરાયું હતું. NDRFની ટીમ દ્રારા રાત્રીના અંધારામાં બોટ લઈ તમામ મજૂરોનું રેસ્ક્યુ કરાયું હતું.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.