ભાવનગરના મહુવા તાલુકા અને આસપાસના ગામોમાં ધોધમાર વરસાદ, બોરડી, સેંદરડા, રાજાવદર, કાકીડી સહિતના ગામોમાં ભારે વરસાદને પગલે પૂરની સ્થિતિ

ગુજરાત
ગુજરાત

ભાવનગર જિલ્લાના મહુના પંથકમાં દોઢ મહિનાના વિરામ બાદ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા પાણી પાણી કરી દીધુ હતુ. તાલુકાના સેંદરડા, બોરડી, રાજાવદર, કાકીડી. સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. તરેડ અને મોટા ખુટવડા ગામોમાં પણ મેઘરાજાએ તોફાની બેટીંગ કરી હતી. ભારે વરસાદને પગલે ગામની નદીઓમાં પૂર આવ્યુ છે. નદીના પાણીના તોફાની પ્રવાહને કારણે વાહન વ્યવહાર બંધ કરાયો છે. મહુવા-બોરડી અને બોરડી-સેંદરડા રોડ પર પાણી ભરાઈ ગયા છે.

આ તરફ ભારે વરસાદ બાદ ભાવનગર શહેરના રસ્તા ખખડધજ બન્યા છે. રસ્તા એવા કે કમરના મણકા સાથે વાહનને પણ ખોખરું કરી નાંખે. ભાવનગર શહેરના રોડ પરથી પસાર થનારાને મુસાફરી સાથે ડાન્સિંગની પણ સજા મળે. શહેરના અનેક વિસ્તારમાં કરોડોના ખર્ચે તૈયાર થયેલા રોડ ખખડધજ બન્યાં છે. રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તો છે તે કહેવું પણ મુશ્કેલ બન્યું છે. રસ્તા પર ઠેર ઠેર ખાડાને કારણે લોકો તોબા પોકારી ઉઠ્યાં છે. 91 કરોડના ખર્ચે વર્ષ 2022-23માં બનાવેલા નવા નક્કોર રોડ પર ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.