સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદ શરૂ:ભચાઉ-જખૌમાં ધોધમાર વરસાદ, ભુજમાં રસ્તા પર પાણી ભરાયા, જાફરાબાદ બંદર પર ભારે પવન સાથે ધોધમાર

ગુજરાત
ગુજરાત

વાવાઝોડાની અસર ભચાઉ અને જખૌમાં શરૂ થઈ ગઈ હોય તેમ ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે. તેમજ ભુજમાં ધોધમાર વરસાદથી જૂના બસસ્ટેન્ડ પાસે રસ્તા પર પાણી ભરાયા છે. બીજી તરફ ઉત્તર ગુજરાતમાં પણ વાવાઝોડાને કારણે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. શહેરમાં વરસાદી ઝાપટા શરૂ થઈ ગયા છે. જાફરાબાદમાં વાવાઝોડાની અસર શરૂ થઈ ગઈ છે. જાફરાબાદ બંદર પર ભારે પવન ફૂંકાઇ રહ્યો છે. હાલ જાફરાબાદ સહિત અમરેલી જિલ્લાના દરિયાકાંઠે 42 kmphની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે. હાલ લોકોને તોકતેની યાદ તાજી થઈ રહી છે. ભારે પવનથી દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. કચ્છના પશ્ચિમ કાંઠા પર ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

બિપરજોય વાવાઝોડું આજે સાંજે ગુજરાતના દરિયાકાંઠે ટકરાશે, જેની અસર ગુજરાતભરમાં જોવા મળી રહી છે. આજે સવારથી જ અમદાવાદમાં કાળાં ડિબાંગ વાદળો છવાયાં છે તેમજ વરસાદી ઝાપટાં પણ શરૂ થયાં છે. શહેરના બોપલ, એસજી હાઇવે, નવાવાડજ સહિતના વિસ્તારોમાં સવારથી વરસાદી ઝાપટાં વરસી રહ્યાં છે. બીજી તરફ, કચ્છના માંડવીમાં તોફાની પવન સાથે સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થયો છે,આથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 61 તાલુકામાં દોઢ ઈંચ સુધી વરસાદ નોંધાયો છે. ખાસ કરીને આજે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. જામનગરના દરિયાકિનારે ભારે પવનની સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. દરિયાકિનારે ડરામણાં દૃશ્યો જોવા મળી રહ્યાં છે.

પોરબંદરમાં આજે વહેલી સવારથી ભારે પવન સાથે ધીમી ધારે વરસાદ શરૂ થયો છે, આથી રસ્તાઓ પાણી પાણી થઈ ગયા છે તેમજ પવનની ગતિ વધુ હોવાથી રસ્તા પર પસાર થતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તેમજ ભુજમાં પણ સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે, આથી રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે.

24 કલાકના વરસાદની વાત કરીએ તો અંજારમાં 30 મિમી, ભુજમાં 33 મિમી, માંડવીમાં 15 મિમી, મુંદ્રામાં 15 મિમી, નખત્રાણામાં 13 મિમી, રાપરમાં 16 મિમી, અબડાસામાં 11 મિમી, દાંતામાં 10 મિમી, ભચાઉમાં 9 મિમી સુધીનો વરસાદ નોંધાયો છે. આ સિવાય રાજકોટમાં પણ આજે સવારથી ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. વાવાઝોડું જ્યાં ટકરાવાનું છે ત્યાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે, આથી અહીં ડરામણાં દૃશ્યો જોવા મળી રહ્યાં છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.