રાજ્યના કેટલાક ભાગોમાં 7 સપ્ટેમ્બર સુધીમાં ભારે વરસાદ થશે

ગુજરાત
ગુજરાત

ગુજરાતમાં વરસાદની કાગડોળે રાહ જોવાઈ રહી છે. ઓગસ્ટ મહિનાની શરૂઆતથી વરસાદ જે રીતે ગાયબ થઈ ગયો છે, તેની હજી સુધી પધરામણી થઈ નથી. ત્યારે હવે નવી આગાહીથી કદાચ રાહત મળી શકશે. હાલ તો આગામી ચાર દિવસ વરસાદ માટે કોઈ એલર્ટ નથી. માત્ર આગામી ચાર દિવસ રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહી શકે છે. પરંતું હવામાન વિભાગે જે લેટેસ્ટ અપડેટ આપ્યા છે તે ખુશીના છે. હવામાન વિભાગે જણાવ્યુ કે, 21 ઓગસ્ટથી ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ આવશે. આ રાઉન્ડ ફરીથી રાજ્યમા ભારેથી અતિભારે વરસાદ લઈને આવશે. 21 ઓગસ્ટથી રાજ્યમાં ફરી ભારે વરસાદની આગાહી છે. નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ સાથે યલો રહેશે. અત્યાર સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ કરતા વધુ વરસાદ નોંધાયો છે.

20થી 25 ઓગસ્ટે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે. અંબાલાલ પટેલે કહ્યું છેકે, આ દિવસો દરમિયાન મેઘરાજા ગુજરાત પર મનમુકીને વરસશે. ખાસ કરીને આગામી સપ્તાહ ગુજરાતમાં વરસાદી વાતાવરણ રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા પણ કરી દેવામાં આવી છે. આગામી 48 કલાક ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ ભારે વરસાદની આગાહી છે. ત્યારબાદ વરસાદની સિસ્ટમનું જોર ઘટવાથી હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડશે. ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી છે કે મહેસાણા, બેચરાજી, સાબરકાંઠાના ભાગે ખેડબ્રમ્હાના ભાગો અને અન્ય ભાગો સહિત આગામી ત્રણ દિવસમાં ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડી શકે છે. મધ્ય ગુજરાતના ભાગોમાં પણ હળવા ભારે વરસાદી ઝાપટા પડી શકે છે.

અંબાલાલ પટેલે કહ્યું કે રાજ્યમાં હાલમાં જે વરસાદી ઝાપટા પડી રહ્યાં છે તે આગામી દિવસોમાં વધી શકે છે. તેમણે કહ્યું કે 14 ઓગસ્ટ સુધી ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. અંબાલાલ પટેલે કહ્યું કે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છમાં પણ વરસાદ પડી શકે છે.  અંબાલાલ પટેલે કહ્યું હતું કે, સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં પણ વરસાદ યથાવત રહેશે. ઓગસ્ટના અંતમાં રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડશે તો 7 સપ્ટેમ્બર સુધીમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થશે. દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની શક્યતા છે. જે મુજબ દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. આ સાથે ઓક્ટોબર મહિનામાં પણ સારો વરસાદ રહેશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.