રાજ્યમાં ગરમીનો પ્રકોપ, આ શહેરોમાં ચામડી બાળી નાખે તેવી ગરમી!

ગુજરાત
ગુજરાત

રાજ્યમાં દિવસેને દિવસે ગરમી વધી રહી છે. નાગરિકોને કાળઝાળ ગરમીથી રાહત નહીં મળે. રાજ્યના હવામાન વિભાગની આગાહી છે કે રાજ્યમાં ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાતા રહેશે ને અગામી દિવસોમાં ગરમીનું જોર વધશે. રાજ્યના તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો વધારો થશે. તાપમાનના આંકડા જોઈએ તો અમદાવાદ 38.6, ગાંધીનગર 38.4, જામનગર 39.9 તેમજ અમરેલી 39.8 ડિગ્રી તાપમાન રહ્યું. સુરેન્દ્રનગરમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી પાર પહોંચી ગયુ છે.

અમદાવાદની વાત કરવામાં આવે તો તાપમાનમાં 2 ડિગ્રીનો વધારો થયો હતો. જ્યારે ભુજમાં બે જ દિવસમાં તાપમાનનો પારો 4.8 ડિગ્રી ઉંચકાયો છે. અમદાવાદમાં મહતમ તાપમાન 39.9 ડિગ્રી નોંધાયું હતું. આ સિવાય ડીસાનું 40.1, ગાંધીનગરનું 39.4 ડિગ્રી, વડોદરામાં 39.4 ડિગ્રી, ભુજમાં 41.6 ડિગ્રી, કંડલા એયરપોર્ટમાં 39 ડિગ્રી, અમરેલીમાં 40.4 ડિગ્રી, રાજકોટમાં 41.1 ડિગ્રી અને સુરેન્દ્રનગરનું મહતમ તાપમાન 41 ડિગ્રી નોંધાયું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.